રાજકોટ
News of Tuesday, 20th April 2021

શિક્ષણ સમિતિનાં ભાજપ પ્રેરીત ૧૨ ઉમેદવારો બિનહરિફ

ઉમેદવારોનાં ફોર્મ ચકાસણી કર્યા બાદ નિયુકત પત્રો માન્‍ય રાખી બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરતા નિર્વાચન અધિકારી ડો.પ્રદિપ ડવ

રાજકોટ,તા. ૨૦: મહાનગરપાલિકા પ્રાથમિક શાળા મંડળની ચુંટણીના અનુસંધાને રજુ થયેલ ૧૨ ઉમેદવારોના નિર્દેશ પત્રની બારીક ચકાસણી કર્યા બાદ નિયુક્‍ત પત્રો માન્‍ય રાખી ૧૨ ઉમેદવારોને બિનહરીફ ચુંટાયેલા   મેયર અને નિર્વાચન અધિકારી ડો.પ્રદિપ ડવે જાહેર કર્યા છે.

આ અંગે મેયરની સત્તાવાર યાદીમાં જણાવ્‍યું હતુ કે મહાનગરપાલિકા પ્રાથમિક બોર્ડની ચુંટણી માટે મેયર અને નિર્વાચન અધિકારી ડો.પ્રદિપ ડવએ તા.૨૬માર્ચનાં રોજ જાહેર નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવેલ. ચુંટણી કાર્યક્રમનાં અનુસંધાને તા.૧૨ એપ્રિલનાં રોજ ૧૨ ઉમેદવારોના ઉમેદવારી પત્રો રજુ થયેલ. જેના અનુસંધાને આજરોજ રજુ થયેલ ઉમેદવારી પત્રની બારીક તપાસ (ચકાસણી) કરવામાં આવેલ. જે બેઠક વાઈસ યોગ્‍ય જણાતા તમામ ૧૨ ઉમેદવારોને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. જેમાં રવિન્‍દ્રભાઈ ગોહિલ, ડાઙ્ઘ.મેધાવીબેન માલધારી (સિંદ્યવ), ધૈર્યભાઈ પારેખ, જયંતિલાલ ભાખર, જાગૃતિબેન ભાણવડીયા, સંગીતાબેન છાયા, પીનાબેન કોટક, અતુલકુમાર પંડિત, કિરીટકુમાર ગોહેલ, વિજયભાઈ ટોળીયા, તેજસભાઈ ત્રિવેદી, કિશોરભાઈ પરમાર.

(3:57 pm IST)