રાજકોટ
News of Tuesday, 20th April 2021

રામપાર્કના એપાર્ટમેન્ટમાં મહિલા સંચાલીત જુગારધામ પર દરોડો : સાત પકડાયા

આજીડેમ પોલીસનો દરોડો : ચાર મહિલાઓ સહિત સાતની ધરપકડ

રાજકોટ,તા. ૨૦: આજીડેમ ચોકડી નજીક સર્વિસ રોડ પર રામપાર્કમાં આવેલા જમના એપાર્ટમેન્ટમાં આજીડેમ પોલીસે મહિલા સંચાલીત ચાલતા જુગારધામ પર દરોડો પાડી મહીલાઓ સહિત સાતે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડીથી કોઠારિા ચોકડી તરફ જતા સર્વિસ રોડ પર રામપાર્કમાં આવેલ જમના એપાર્ટમેન્ટમાં એક મહિલા જુગાર રમાડતી હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. જયપાલભાઇ તથા શૈલેષભાઇ નેચડાને બાતમી મળતા પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એમ. ઝાલા, એમ.ડી.વાળા તથા હેડ કોન્સ.ઇન્દ્રસિંહ જાડેજા તથા કૌશેન્દ્રસિંહ ઝાલા શૈલેષભાઇ નેચડા, કુલદીપસિંહ, જયપાલભાઇ ખરાબળી તથા ઉમેદભાઇ ગઢવી સહિતે રામપાર્ક એપાર્ટમેન્ટના ફલેટ નં. ૨૦૧માં મકાન માલીક અંબાબેન દિનેશભાઇ અધેરા, ચુનારાવાડ સોસાયટી શેરી નં. ૧૩ના માયાબેન રમેશભાઇ બાવરીયા મવડી પ્લોટ નવલનગર શેરી નં. ૯ના હંસાબેન ડાયાભાઇ ડાવેરા નાળોદાનગર શેરીનં. ૭ના સપનાબેન પરબતભાઇ બવ, જમના એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૪ના વિજય મગનભાઇ કોરાટ, હીરદ્વાર સોસાયટી -૧ શેરી નં.૨ના સુનીલ દિનેશભાઇ રાઠોડ, અને રામપાર્ક શેરીનં. ૩ના પ્રકાર કાનજીભાઇ વીલકીયાને પકડી લઇ રૂ. ૨૫,૮૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(4:17 pm IST)