રાજકોટ
News of Tuesday, 20th April 2021

ટેસ્ટીંગ બુથમાં ડોકટરો મુકાયાઃ પોઝીટીવ દર્દીને દવા આપી હોમ આઇસોલેટેડ કરાશે

૧૦ થી ૧૧ જેટલા ટેસ્ટીંગ બુથમાં જ ડોકટરો મુકવાની વ્યવસ્થા શરૃઃ રોજ ૧૦ હજાર કીટ ટેસ્ટીંગમાં વપરાય છેઃ દવાનો સ્ટોક નિયંત્રણમાં રાખવા સુચનાઓ આપતા ઉદીત અગ્રવાલ

રાજકોટ,.  તા., ૨૦:  શહેરમાં કોરોનાને કાબુમાં લેવા માટે મેયર પ્રદીપભાઇ ડવ, ડે. મેયર ડે.મેયર ડો.દર્શીતા શાહ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા આરોગ્ય ચેરપર્સન ડો.રાજેશ્વરીબેન ડોડીયા સહીતના પદાધિકારીઓ તથા મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ  સહીતના અધિકારીઓ બનતા તમામ પ્રયાસો કરી રહયા છે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતુ કે હાલમાં મ.ન.પા.ના આરોગ્ય કેન્દ્રોમાં કોરોના ટેસ્ટીંગમાં પોઝીટીવ  વ્યકિતને ડોકટરો દ્વારા દવા અને હોમ આઇસોલેશની સારવારની વ્યવસ્થા ચાલુ જ છે. આ ઉપરાંત જે અન્ય જાહેર સ્થળોએ ૧૦ થી ૧૧ જેટલા ટેસ્ટીંગ બુથ કાર્યકરો છે ત્યાં પણ  હવેથી બુથ દીઠ એક મેડીકલ ઓફીસરને મુકી અને ટેસ્ટીંગમાં માઇનોર પોઝીટીવ આવનાર દર્દીને ઘરે રહીને જ હોમ આઇસોલેશનમાં સારવાર મળી રહે તે માટે બુથ પરનાં ડોકટર પોઝીટીવ  વ્યકિતને તપાસી જરૂર મુજબ દવા આપી ઘરે જ સારવાર મળે તેવી વ્યવસ્થા કરશે. જેના ભાગરૂપે હવે કોરોનાના ૧૦ થી ૧૧ ટેસ્ટીંગ બુથ ઉપરથી જ પોઝીટીવ આવનાર વ્યકિતનો ડોકટર તપાસીને દવાઓ આપી. હોલ આઇસોલેશનમાં સારવાર મળે તે માટેની વ્યવસ્થા કરે તે માટે આ તમામ ટેસ્ટીંગ બુથ ઉપર મેડીકલ ઓફીસર (ડોકટર)ની નિમણુંક કરાઇ રહી છે.

શ્રી અગ્રવાલે જણાવેલ કે દવાનો પુરતો સ્ટોક જળવાઇ રહે. ઉપરાંત ટેસ્ટીંગ કીટની અછત ન થાય તે માટે આગોતરી વ્યવસ્થાઓ થઇ રહી છે.

હાલમાં દરરોજ ૧૦ હજાર જેટલી ટેસ્ટીંગ કીટ વપરાઇ રહી છે.

(4:20 pm IST)