રાજકોટ
News of Tuesday, 20th April 2021

હમ નહીં સુધરેંગે : બપોર સુધીમાં વધુ ૨૭ ચા-પાનની દુકાનો સીલ

માસ્ક અને સોશ્યલ ડિસ્ન્ટસના નિયમ ભંગ બદલ દોશી હોસ્પિટલ ચોક, મવડી ચોકડી, કોઠારીયા રોડ, કુવાડવા રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં મ.ન.પા. અને પોલીસની ચેકીંગ સ્કવોર્ડનો સપાટો

અલગ અલગ વિસ્તારની દુકાન બહાર સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરી માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારીઓ સામે પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. જેમાં માલવીયા પોલીસ મથક પી.આઇ કે.એન. ભુકણ, પીએસઆઇ આર.એલ.ખટાણા સહિતના સ્ટાફે નવ દુકાનદારો ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલા તથા આર.જે.કામળીયા સહિત છ દુકાનદારો તથા યુનિવર્સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ આર.વાય. રાવલ તથા પીએસઆઇ વી.એમ.ડોડીયા સહિતે ચાર વેપારીઓ સામે કાર્યવાહી કરી સાત દીવસ સુધી દુકાનો સીલ કરવામાં આવી હતી.

રાજકોટ,તા.૨૦:  મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્યિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે અન્વેય આજે તા. ૨૦ના રોજ બપોર સુધીમાં ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહીત કુલ ૨૭ વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.  આ અંગે મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે આજે બપોર સુધીમાં ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં (૧) ગંગોત્રી ટી સ્ટોલ, દોશી હોસ્પિટલ ચોક, (૨)જે મડી ડીલકસ પાન, મવડી ચોકડી, (૩)જય ખોડીયાર હોટલ, મવડી ચોકડી,(૪) બાલાજી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, મવડી ચોકડી, (૫)શ્રી જયશ્રી પાન & હાઉસ, ચંદ્રેશનગર મેઈન રોડ, (૬) અશોક ડેકોર, ટાગોર રોડ, (૭)પટેલ પાન& કોલ્ડ્રીંકસ, રાજનગર ચોક, ૮. પરીવા લીમીટેડ, ટાગોર રોડ, ૯. લેપટોપ પેલેસ, ટાગોર રોડ, ૧૦. સિટી મોબાઈલ હાઉસ, કોઠારીયા રોડ, ૧૧. કનૈયા ટી. સ્ટોલ, અતિથિ ચોક, ૧૨. ઈ-વન શુભમ ડીલકસ& કોલ્ડ્રીંકસ, ગોંડલ રોડ, ૧૩. જય અંબે સિલેકશન, કોઠારીયા રોડ, ૧૪. શકિત હોટલ, પુષ્કરધામ રોડ, ૧૫. ગાત્રાળ માં ટી સ્ટોલ& રાધે શ્યામ પાન, કોઠારીયા રોડ, ૧૬. શ્રી બહુચર પાન હાઉસ, ૮૦ ફૂટ રોડ, ૧૭. રીધ્ધી ફેશન, કોઠારીયા રોડ, ૧૮. ગાયત્રી એસ્ટેટ બ્રોકર, એ.જી.ચોક, ૧૯. આશાપુરા ડીલકસ પાન & કોલ્ડ્રીંકસ, એ.જી.ચોક, ૨૦. આશાપુરા ટી સ્ટોલ, એ.જી.ચોક, ૨૧. ક્રિષ્ના, કોઠારીયા રોડ, ૨૨. રાધે શ્યામ દેરી ફાર્મ, કોઠારીયા રોડ, ૨૩. રાજલ પ્રોવિઝન સ્ટોર, ચુનારાવાડ રોડ, ૨૪. રામદેવ ઇલેકટ્રોનિકસ, કોઠારીયા રોડ, ૨૫. ઓપો શો-રૂમ, કોઠારીયા રોડ, ૨૬. શ્રી શકિત ટી સ્ટોલ, કુવાડવા રોડ ૨૭. શિવ શકિત પાન કોર્નર, કુવાડવા રોડનો સમાવેશ થાય છે જે સાત દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

(4:22 pm IST)