News of Monday, 20th June 2022
જલયોગઃ રરપ બહેનોના પાણીમાં યોગા
રેસકોર્ષ તથા સાધુ વાસવાણી રોડ સહિતના સ્વીમીંગ પુલમાં કાર્યક્રમઃ વંદનાબેન નીતિનભાઇ ભારદ્વાજ અને અલ્પાબેન શેઠ તથા મહિલા કોચના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ
રાજકોટ તા. ર૦: મહાનગરપાલિકા પણ જુદા જુદા ૭પ સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવેલ. આ ઉરાંત શહેરની શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ વિગેરે દ્વારા પણ જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે. જેમાં ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના જીજાબાઇ મહિલા સ્વીમિંગ પુલ (સાધુવાસવાણી રોડ) લોકમાન્ય તિલક સ્વીમીંગ પુલ (રેસકોર્ષ), એકવા યોગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ર૦૦ થી વધુ બહેનોનું રજીસ્ટ્રેશન થયેલ છે. અને હજુ વધુ બહેનો જોડાશે.
આ બે સ્નાનાગાર ખાતે યોજાનાર એકવાયોગના કાર્યક્રમમાં વંદનાબેન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ એકવા યોગાના ઇન્સ્ટ્રકટર અલ્પાબેન શેઠ, કિંજલબેન શાહ, શિલ્પાબેન સબલપરા, ભારતીબેન વસાણી, અંજનાબેન વિરીજા દ્વારા એકવા યોગા કરાવાશે.
(4:30 pm IST)