૪ પ્રિ.સ્ક્રૂટીની અધિકારીઓની નિમણૂક : રાજકોટના પુરવઠા અધિકારી પૂજા બાવડાની ગાંધીનગર બદલી
રાજકોટ,તા.૨૦ : રાજ્ય સરકારે નાયબ કલેકટર કક્ષાના પાંચ અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે. રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી તરીકે યશસ્વી કામગીરી કરનારા પુજાબેન એલ.બાવડાની ગાંધીનગરમાં ડે. મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. તેણી કોરોનાની બીજી લહેર વખતે કેન્સર હોસ્પિટલ ખાતેના કોવિડ કેન્દ્રના ઇન્ચાર્જ હતા. તેમની રોજીંદી વહીવટી કામગીરી અને કોરોના વખતની કામગીરી પ્રસંશનીય રહી છે. તેમના સ્થાને અન્ય કોઇની નિમણુક થઇ નથી.
સરકારે મહેસુલ તપાસણી કમિશનર કચેરીમાં ખાલી પડેલી જગ્યાઓ પર પ્રિે-સ્ક્રુટીની ઓફીસરોની નિમણૂક કરી છે. જેમાં અમદાવાદ બિનખેતીના ભરત પટેલ, ડીસાના પ્રાંત અધિકારી હિરેન પટેલ, ગાંધીનગર સ્ટેમ્પ ડ્યુટી કચેરીના જીજ્ઞાશા વેગડા અને મ્યુ. ફાઇનાન્સ બોર્ડના નાયબ નિયામક કલ્પના એસ.ગઢવીનો સમાવેશ થાય છે.