રાજકોટ
News of Tuesday, 20th July 2021

બાલભવનમાં કાર્ટુન ચિત્ર અને રંગપૂર્ણી સ્પર્ધા

બાલભવન દ્વારા દર શનિવારે અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત ગત શનિવારે સરકારની ગાઇડ લાઇનને અનુસરીને બાળકો માટે કાર્ટુન ચિત્ર અને રંગપૂર્ણી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પ વર્ષથી ૧૬ વર્ષના સ્પર્ધકોએ બે અલગ ગ્રુપમાં ભાગ લીધો હતો. બન્ને ગ્રુપમાં એકથી ચાર વિજેતા જાહેર કરાયા હતા. કાર્ટુન રંગપૂર્ણીમાં વિવાન ટોલીયા - પ્રથમ, નેત્રી મોદી - દ્વીતીય, યશસ્વી દાવેરા - તૃતિય, સાચી રાચ્છ - ચતુર્થ વિજેતા બનેલ. જયારે કાર્ટુન ચિત્ર સ્પર્ધામાં પ્રાપ્તી ભીમાણી - પ્રથમ, જાન્વી કોટેચા - દ્વીતીય, જીયાન્સી નાંઢા - તૃતિય અને યશ્વી ભૂત - ચતુર્થ વિજેતા જાહેર થયેલ. વિજેતા બાળકોને ઇનામ તથા સર્ટીફીકેટ ગુરૂપૂર્ણીમાના અવસરે એનાયત કરાશે. ૭૦ જેટલા બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

(3:52 pm IST)