રાજકોટ
News of Friday, 19th August 2022

રાજકોટમાં 'જય કનૈયા લાલ કી' ના નાદ સાથે ભગવાન કૃષ્ણની ભવ્ય શોભાયાત્રા નિકળી

આજે સમગ્ર વિશ્વમાં શ્રી કૃષ્ણના જન્મના વધામણાં કરવા જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા છેલ્લા 38 વર્ષથી યોજાતી ભાતીગળ શોભાયાત્રા આ વર્ષે પણ 'નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી'ના નાદ સાથે નિકળી હતી. જેનું આજે સવારે 8 વાગ્યે કિશાનપરા ચોકથી સંતો-મહંતોની હાજરીમાં રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં વિવિધ સંસ્થાઓ, સંઘઠનો, રાજકીય પક્ષો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આજે સવારે 8 કલાકે ધર્મસભા બાદ 9 કલાકે મવડી ચોકડીથી જન્માષ્ટમીની શોભાયાત્રાને પ્રસ્થાન થયું હતું. આ વખતની શોભાયાત્રામાં નાના-મોટા વાહનોમાં 90 ફ્લોટ્સ છે. 90 જેટલા મોટા વાહનો તેમજ 500 જેટલા ટુ-વ્હીલર્સ શોભાયાત્રામાં જોડાયા છે. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં સ્વયંભૂ રીતે સંસ્થા, ગ્રૂપ, મંડળના આગેવાનો, કાર્યકરો જોડાય છે. આખી શોભાયાત્રાના રૂટ ઉપર ઠેર–ઠેર અનેક વેપારી મંડળો જોડાયા હતા.

 

(1:16 pm IST)