રાજકોટ
News of Tuesday, 20th September 2022

વાંકાનેરના ખખાણામાં જમીન અને મકાનના ઝઘડામાં વિશાલ પર હુમલો

કાલાવડમાં ઘર પાસે ગાળો બોલવાની વિક્રમ સોલંકીએ ના પાડતાં વિક્કીએ પાવડાથી ફટકાર્યો

રાજકોટ તા. ૨૦: વાંકાનેરના ખખાણામાં રહેતાં અને રાજકોટની કોલેજમાં ભણતાં વિશાલ બાબુભાઇ ગઢાદરા (ઉ.૧૯) નામના યુવાનને સાંજે તેના જ કુટુંબી ભાઇઓ અરવિંદ સોમાભાઇ, મુકેશ સોમાભાઇ અને સોમાભાઇ ભુરાભાઇ સહિતે મળી પાઇપથી માર મારતાં કુવાડવા સારવાર લઇ રાજકોટ સિવિલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

વિશાલ રાજકોટ કોલેજમાં ભણે છે અને અપડઉન કરે છે. તેને કુટુંબીઓ સાથે જમીન અને મકાન મામલે જુનુ મનદુઃખ ચાલુ હોઇ તે કારણે હુમલો થયાનો આક્ષેપ કરવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં કાલાવડમાં મ્‍યુ. સ્‍કૂલ પાછળ રહેતાં અને ભંગારનો ધંધો કરતાં વિક્રમ મનસુખભાઇ સોલંકી (ઉ.૨૫)ને પડોશી વિક્કી સહિતે પાવડાથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. વિક્કી સહિતના ઘર પાસે ગાળો બોલતાં હોઇ ના પાડતાં હુમલો કરાયાનું જણાવાયું હતું.

(10:46 am IST)