રાજકોટ
News of Tuesday, 20th September 2022

મોરારીનગરમાં ચાલતા ગેરકાયદે કારખાનાતાકિદે બંધ કરાવોઃ કલેકટરને રજૂઆત

નોઇઝ પોલ્‍યુશન-ન્‍યુસન્‍સ થાય છેઃ વીજ તંત્રનું ટ્રાન્‍સફોર્મર પણ ભારે જોખમી...

રાજકોટ તા. ર૦: બાબરીયા મેઇન રોડ, મોરારીનગરના રહેવાસીઓ કલેકટરને આવેદન પાઠવી રહેણાંક વિસ્‍તારમાં ચાલતા ગેરકાયદેસર ઉદ્યોગો અંગે રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, ગામના સર્વે નં. ૩૦૪ પર આવેલ ઉપર મોરારીનગર તરીકે ઓળખાતી રહેણાંક સોસાયટી છે. જેમાં અમો રહેવાસીઓ હાલમાં રહીએ છીએ અને કલેકટર કચેરીમાં બીનખેતી રહેણાંક અંગેની બીનખેતી પ્‍લાન મંજુર થયેલ છે. હાલ મોરારીનગર શેરી નં. ૪ માં ઘડીયાળના કાચ બનાવવાના કારખાના ગેરકાયદે શરૂ થઇ ગયેલ છે. અને ત્‍યાં અવાર-નવાર આવારા તત્‍વો મજુરી કામ માટે આવે છે. અને ત્‍યાં બીન જરૂરી નોઇઝ પોલ્‍યુશન તથા ન્‍યુસન્‍સ થાય છે. કારખાનામાં રહેલા મશીનો ખુબ જ અવાજવાળા હોય રહેવાસીઓને ખુબ જ તકલીફ ઉભી થાય છે. આ કારખાનામાં વપરાતા કેમીકલ્‍સના હિસાબે ખુબ જ દુર્ગંધ આવે છે. તેમજ પી.જી.વી.સી.એલ.માં લાગવગ તથા વહીવટ કરીને શેરીમાં જાહેર રસ્‍તા પર હેવી લોડેડ ઇન્‍ડસ્‍ટ્રીયલ ટી.સી. (ટ્રાન્‍સફોર્મર) જે રેસીડન્‍ટ એરીયામાં નાના બાળકો તથા વડીલોની આવન-જાવન હોય ત્‍યાં જોખમી પુરવાર થાય તેમ છે. જાહેરમાં પોતાનું ઇન્‍ડસ્‍ટ્રીયલ ઉપયોગ અર્થે પોતાનું પ્રાઇવેટ ટ્રાન્‍સફોર્મર ઉભું કરેલ છે. જે ખરેખર પોતાની માલીકીની જગ્‍યામાં ઉભું કરવાનું હોય છે જેની જગ્‍યાએ જાહેર રસ્‍તાનો ઉપયોગ કરેલ છે. જે લતાવાસીઓ માટે ખુબ જ જોખમ કારક છે. આપ અમારી નમ્ર અરજ છે કે આ વિસ્‍તારમાં ઉભા કરેલ અનઅધિકૃત કારખાનાઓ તથા પી.જી.વી.સી.એલ. દ્વારા ઉભું કરવામાં આવેલ ટી.સી. તાત્‍કાલીક ધોરણે દુર કરવા યોગ્‍ય કરશો.

(3:52 pm IST)