રાજકોટ
News of Friday, 20th November 2020

રૈયાધાર સ્લમ કવાર્ટર પાસેથી રાધે ઉર્ફે રાની પરમાર ચોરાઉ બાઇક સાથે પકડાયો

રાજકોટ, તા.૨૦: રૈયાધાર સ્લમ કવાર્ટર પાસેથી યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સૂચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ ઓ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.જાડેજા, હેડ કોન્સ રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, મહેન્દ્રસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, મુકેશભાઇ, અજયભાઇ, કૃષ્ણદેવસિંહ, બ્રિજરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ હરપાલસિંહ જાડેજા અને જેન્તીગીરી ગૌસ્વામીને બાતમી મળતા રૈયાધાર સ્લમ કવાર્ટર પાસેથી રાધે ઉર્ફે રાની પંકજભાઇ પરમાર (ઉ.વ.૨૦) (રહે.રૈયાધાર પાણીના ટાંકા પાસે મચ્છુનગર આવાસ યોજના કવાર્ટરની સામે ખાડામાં)ને જી.જે.૩ જે.એમ, ૭૦૬૯ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

(2:46 pm IST)