રાજકોટ
News of Friday, 20th November 2020

રૂખડીયાપરા ખાડામાં તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

આમદ રાઉમા, અયુબ જામ, બશીર શેખ અને અબ્દુલ ભાણુની ધરપકડ

રાજકોટ, તા. ર૦ :  રૂખડીયાપરામાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ કે.ડી. પટેલને બાતમી મળતા પીઆઇ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી. પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, અક્ષયભાઇ, અશોકભાઇ તથા મહાવીરસિંહ સહિતે રૂખડીયાપરામાં દરોડો પાડી ખાડામાં તીનપતિરોન પોલીસનો જુગાર રમતા આમદ શરીફભાઇ રાઉમા (ઉ.વ.પ૦) (રહે. વિનોદનગર આવાસ યોજના કવાર્ટર), અયુબ ફકીરમહંમદભાઇ જામ (ઉ.વ.પ૪) (રહે. રૂખડીયાપરા શેરી નં.૩), બશીર ઇસ્માઇલભાઇ શેખ (ઉ.વ.પ૬) (રહે. રૂખડીયાપરા) અને અબ્દુલ ભુરાભાઇ ભાણુ (ઉ.વ.૪૭) (રહે. રૂખડીયાપરા)ને પકડી લઇ રૂ. ૧૦,૧૬૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

(2:48 pm IST)