રાજકોટ
News of Friday, 20th November 2020

બીજા તબક્કામાં કોરોનાનું સંક્રમણ વધતાં પોલીસે યોજી ખાસ બેઠકઃ લોકડાઉન-અનલોક ૧ થી ૫માં ૨,૦૯,૯૬૯ કેસ થયા

જાહેરનામા ભંગના ૪૩૧૫, સોશિયલ ડિસ્ટન્સ ભંગના ૧૧૭૩૨, માસ્ક ન પહેરવાના, થુંકવાના ૧,૯૦,૯૭૪, સેફ એપથી ૭ ગુના દાખલ કર્યા, સીસીટીવી, કન્ટ્રોલ રૂમમાં ફોન, એનપીઆર સિસ્ટમથી ૧૩૪ કેસ, ધાબા પોઇન્ટ પરથી ૧૩૮ અને ડ્રોન કેમેરાથી ૧૪૮૨ કેસ કર્યાઃ દૂકાનો પર સોશિયલ ડિસ્ટન્સ ભંગના ૧૧૮૭ કેસ થયાઃ લોકો પોલીસને સહકાર આપે, દંડથી બચે અને સલામત-સુરક્ષીત રહે : અનલોક-૬નું આકરૂ પાલન કરાવવા પોલીસ કટીબધ્ધઃ શહેરીજનો સહકાર આપે અને સંક્રમણ અટકાવેઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ : પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, બંને ડીસીપી, કોવિડ-૧૯ના જીલ્લા પ્રભારી : રાહુલ ગુપ્તા, આરએમસીના ડેપ્યુટી કમિશનર નંદાણીયા સહિતના બેઠકમાં જોડાયા

રાજકોટ તા. ૨૦: કોરોના મહામારીએ દિવાળી-નવા વર્ષના તહેવાર પછી ફરી ફૂંફાડો માર્યો છે. હવે બીજા તબક્કામાં મહામારી વધુ વકરે તેવો ભય ઉભો થયો હોઇ તમામ તંત્રો એલર્ટ થઇ ગયા છે. શહેર પોલીસે પણ ગંભીરતા ધ્યાને લઇને આજે ખાસ બેઠક યોજી હતી અને અનલોક-૬નું કડકમાં કડક પાલન કરાવવા સહિતના મુદ્દે મહત્વની ચર્ચાઓ કરી હતી. તેમજ લોકડાઉન અને અનલોક ૧ થી ૫માં પોલીસે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા  ૨,૦૯,૯૬૯થી વધુ કેસ કર્યા હોવાની માહિતી રજૂ કરવામાં આવી હતી. બેઠકમાં

કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સરકાર દ્વારા અનલોકના તબક્કાઓમાં અનેક છુટછાટો અપાઇ હતી. તેનો અમલ કરાવવા શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોગ્ય બંદોબસ્ત, પેટ્રોલીંગ સહિતના નિયમોનું કડક પાલન કરાવવામાં આવ્યું છે. એ જ રીતે હવે બીજા તબક્કામાં સંક્રમણ વધવાનો ભય હોઇ અનલોક-૬ના નિયમોનું પણ કડક પાલન કરાવવા પોલીસ કટીબધ્ધ હોવાની ચર્ચા ખાસ બેઠકમા કરવામાં આવી હતી. જેમાં જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસ્િંહ જાડેજા તથા બીજા અધિકારીઓ અને કોવિડ-૧૯ના જીલ્લા પ્રભાવી સચિવશ્રી રાહુલ ગુપ્તા, મ્યુ. કોર્પોરેશનના ડે. કમિશનર શ્રી નંદાણીયા પણ જોડાયા હતાં.

પોલીસ કમિશ્નર દ્વારા લોકડાઉન તેમજ અનલોકનુ પાલન કરવા જાહેરનામા બહાર પાડવામા આવેલ અને લોકોને તેનો અમલ કરવા અનુરોધ-અપીલ પણ કરાયા હતાં. આમ છતાઅનલોક નિયમોનુ પાલન નહીં કરતાં પોલીસે ગુના નોંધી, દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી. બે લાખથી વધુની સંખ્યામાં પોલીસે કેસ કર્યા છે. જેની માહિતી બેઠકમાં રજૂ કરાઇ હતી. જે આ મુજબ છે.

 .જાહેરનામાના ભંગના કુલ કેસ- ૪૩૧૫, કુલ આરોપી-૫૨૭૩ . સોશ્યલ ડીસ્ટન્સ ભંગના કુલ કેસ-૧૧૭૩૨, કુલ આરોપી-૧૨૯૧૦  .જાહેરમા માસ્ક નહીં પહેરવા તથા જાહેરમા થુંકવાના કુલ કેસ-૧,૯૦,૯૭૪  .દુકાનો ઉપર સોશ્યલ ડીસટન્સ ભંગ ના કુલ કેસ-૧૧૮૭  .કોન્ટેકટ ટ્રેસીંગ કરેલ વ્યકિતઓની સંખ્યા-૧૯૦૦૬  .સેફ રાજકોટ એપ ડાઉનલોડ કરેલ વ્યકિતઓની સંખ્યા-૧૨૩૭૬  . સેફ રાજકોટ એપમાં એટેન્ડસ ફોટોની સંખ્યા-૨૭૫૦૦  .સેફ રાજકોટ એપની મદદથી દાખલ કરેલ ગુન્હાઓ-૭  .૧૦૦ નંબરના કોલ અને ૪ાા૦હ સીસ્ટમ તથા સી.સી.ટીવી કેમેરા દ્રારા કરેલ કેસની સંખ્યા-૧૩૪  .હાઇરાઇઝ બીલ્ડીંગ દ્યાબા પોઇન્ટ આધારે દાખલ કરેલ ગુન્હાઓ-૧૩૮  હતાં તેમજ ડ્રોન કેમેરા દ્રારા -૧૪૮૨ કેસ કરવામાં આવ્યા છે. 

મહામારી ફેલાતી અટકાવવા સરકાર દ્વારા અનલોક-૬ તા.૦૧/૧૧ થી તા.૩૦/૧૧ સુધીનુ જાહેર કરવામા આવ્યું છે. તેનું ચુસ્ત પાલન કરવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અનુરોધ કર્યો છે.

રાજકોટ શહેર પોલીસ તથા મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા શહેરના વોર્ડ વાઇઝ કોરોના સંક્રમણ અટકાવવા માટે જોઇન્ટ એન્ફોર્સમેન્ટની ૧૧ ટીમો બનાવાઇ છે. જેમા સયુંકત રીતે કન્ટેનમેન્ટ ઝોનમાં કવોરન્ટાઇન નીયમોનુ ચુસ્તપણે પાલન કરાવવા ટીમ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન તથા કવોરન્ટાઇન થયેલ વ્યકિતને ચેક કરવાની કામગીરી કરવામા આવી રહી છે. તેમજ સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામા આવી રહેલ છે.  તેમજ કન્ટેનમેન્ટ ઝોનનો ભંગ કરનાર વ્યકિતઓ વિરૂધ્ધ કાર્યવાહી થાય છે. કન્ટેનમેન્ટ ઝોન સહિતના નિયમોનું પણ કડક પાલન કરાવાશે. જેનો ભંગ થતાં ફેસીલીટી કવોરન્ટાઇનમાં મુકવાની કાર્યવાહી કરવામાં આવશે.

જાહેર સ્થળો, ચા પાનની દુકાનો, હોટલ, મોલ વિગેરે જગ્યાએ સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરવાનું રહેશે. જાહેરમાં થુંકનારા અગાઉની જેમ જ દંડાશે. પોલીસ દ્રારા ડ્રોન કેમેરા/સીસી ટીવી કેમેરા ની મદદથી નજર રાખવામાં આવશે તેમજ મોટર સાયકલ પેટ્રોલીંગ, ફૂટ પેટ્રોલીંગ, નાઇટ પેટ્રોલીંગ ગોઠવવામાંઆવેલ છે અને સઘન વાહન ચેકીંગ પણ કરવામાં આવશે.

હાલમાં કોરોના વાયરસનો બીજો તબકકો શરૂ થયેલ છે જેમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે.  દિવાળી નુતન વર્ષના તહેવારો સંપન્ન થયા છે અને ઠંડીના દીવસો પણ શરૂ થઇ ગયા છે. સાથે સાથે લગ્ન પ્રસંગની સીઝન પણ આવી હોઇ  બજારોમાં ઘણી ભીડ એકઠી થાય છે. જે કોરોના વાયરસનુ સંક્રમણ વધારી શકે છે. ત્યારે પોલીસ દ્રારા રાજકોટ શહેરની જનતાને સરકારના નિયમોનુ પાલન કરી સુરક્ષીત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ ૬૫ વર્ષથી વધુ ઉમરની વ્યકિતઓ, સગર્ભા બહેનો, ૧૦ વર્ષથી નીચેના બાળકો તેમજ બીમાર વ્યકિતઓ એ તબીબી કારણ ન હોય તો ઘરે રહેવા માટે સલાહ આપવામાં આવે છે.

કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા માટે શહેર પોલીસે યોજેલી ખાસ બેઠકમાં  સંક્રમણને રોકવા માટે જરૂરી મુદાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

 લોકડાઉન તથા અનલોક-૧ થી અનલોક-પ દરમ્યાન શહેરીજનોએ પોલીસને ખુબ જ સહકાર આપેલ છે એ જ રીતે અનલોક-૬ દરમ્યાન પણ રાજકોટ શહેર પોલીસને સહકાર આપી તેમજ બીન જરૂરી બહાર નહીં નીકળવા અને ઘરે રહી સ્વસ્થ સુરક્ષીત રહેવા વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઇ મોદી દ્રારા આપવામાં આવેલ સુત્ર 'જબ તક દવાઇ નહી,ં તબ તક ઢીલાઇ નહી' અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રારા આપવામાં આવેલ સુત્ર 'દો ગજ કી દુરી'નો અમલ કરવા પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે અપીલ કરી છે.

(3:04 pm IST)