રાજકોટ
News of Friday, 20th November 2020

ઘનશ્યામનગરના વિશાલ મેણીયાને જામનગર રોડ બગીચા પાસેથી પોપટપરા લઇ જઇ ધોલાઇ

પ્રેમપ્રકરણ કારણભુત હોવાની ચર્ચાઃ વહેલી સવારે મળવા આવ્યો ત્યાંથી ભાવેશ સહિતના કારમાં લઇ ગયા બાદ માર માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ ઘનશ્યામનગર સન કંપની સામે રહેતાં વિશાલ દિનેશભાઇ મેણીયા (કોળી) (ઉ.વ.૨૧) નામના યુવાનને જામનગર રોડ પર એરપોર્ટના છેડે આવેલા બગીચા પાસેથી કારમાં પોપટપરામાં લઇ જઇ ત્યાં ધોલધપાટ કરવામાં આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

વિશાલ કારખાનામાં મજૂરી કરે છે. તેના કહેવા મુજબ તેને એક છોકરી સાથે પ્રેમ હોઇ વહેલી સવારે એરપોર્ટ પાસેના બગીચા પાસે તેણીને મળવા ગયો હતો. એ પછી તેના સગા ભાવેશ સહિતના આવી જતાં પોતાને કારમાં બેસાડી પોપટપરા જેલ પાસે લઇ ગયા હતાં અને ધોકાથી તેમજ ઢીકા-પાટુનો માર માર્યો હતો. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(3:30 pm IST)