રાજકોટ
News of Saturday, 21st November 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં જનરલ ઓપશન અપાશે

ઓનલાઇન શિક્ષણ અને કોરોનાની સ્થતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના હિતમાં મહત્વનો નિર્ણય

રાજકોટ તા. ર૧ : છેલ્લા સાત માસની કોરોનાની અને ઓનલાઇન ભરણાથી શિક્ષક જગત ખુબ પ્રભાવીત થયું છે ઓનલાઇન શિક્ષણમાં કોઇપૂર્ણ કરવો અને અસરકારતા અંગે પ્રશ્નો ઉઠયા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૧ ડીસેમ્બરથી શરૂ થતી પરીક્ષામાં જનરલ ઓપશનથી આપવાની જાહેરાત કરી છે. હાલની કોરોનાની મહામારીમાં ઓનલાઇન શિક્ષણમાંં સમગ્ર પાઠયક્રમ પુર્ણ ન થતો હોય અને તેની અસરકારતા ઓછી રહેતી હોય આ સંજોગોમાં પ્રશ્નપત્રમાં કુલ ૧૦ પ્રશ્નોમાં પ પ્રશ્નોના ઉતર આપવા જનરલ ઓપશન રાખવામાં આવશે.

કુલપતિ પ્રો. નિતિભાઇ પેથાણીએ જણાવ્યું છે કે ૧ ડીસેમ્બરથી વિવિધલક્ષી ર૩ પરીક્ષામાં પપ હજાર પરીક્ષાઓ છે તેઓને જનરલ ઓપશનની સુવિધા મળશે.

(3:51 pm IST)