News of Thursday, 10th June 2021
શનિદેવની જન્મ જયંતિની ઉજવણી : માસ્ક બાંધી દર્શન પૂજનનો લાભ લેતા ભાવિકો
રાજકોટ : કપરમાં કપરા કષ્ટને હરી લેવાની શકિત ધરાવતા શનિદેવની આજે જન્મ જયંતિ હોય શહેરભરમાં ભાવિક ભકતો દ્વારા સરકારી ગાઇડ લાઇનને અનુસરી આસ્થાભેર ઉજવણી કરાઇ હતી. મોઢે માસ્ક બાંધી રાજકોટમાં આવેલ શનિદેવના મંદિરે દર્શન પૂજા માટે ભાવિકો આવ્યા હતા. શનિદેવનું જન્મ સ્થાન ગણાતા પોરબંદર પાસેના હાથલા ગામે ઉજવાતો મહોત્સવ આ વર્ષે કોરોના કાળ ધ્યાને લઇ મુલત્વી રખાયો હતો. સાદગીભેર પૂજા પાઠ કરાયા હતા. રાજકોટમાં પણ જયુબેલી બાગ, કાલાવાડ રોડ, લક્ષ્મીનગર, ગાંધીગ્રામ સહીતના સ્થળોએ આવેલ શનિદેવતાના મંદિરોમાં આજે વહેલી સવારથી વિશેષ પૂજન અર્ચનના કાર્યક્રમો હાથ ધરાયા હતા. તે સમયની તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:53 am IST)