રાજકોટ
News of Thursday, 10th June 2021

વાગુદડમાં શેઢા તકરારમાં વૃધ્ધ અરજણભાઇ સખીયા પર હુમલો

નરસંગ, ભાનુ, અમિત સહિતે ગડદાપાટુ માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦: લોધીકાના વાગુદડમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં અજરણભાઇ ટીડાભાઇ સખીયા (ઉ.વ.૬૦) સાંજે પોતાની વાડીએ હતાં ત્યારે શેઢા પડોશીઓએ હુમલો કરી મુંઢ માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર નરસંગભાઇ, ભાનુભાઇ, અમિત, જયેશ સહિતે હુમલો કર્યાનું જણાવતાં લોધીકા પોલીસને જાણ કરાઇ હતી. ખેતરના શેઢે આવેલા પાણીના ધોરીયા બાબતે ઝઘડો કરી આ લોકોએ મારકુટ કરી લીધાનો આક્ષેપ કરાયો હતો.

(11:56 am IST)