પોપટપરા ત્રેપન કવાર્ટરમાં જાહેરમાં જૂગટુ રમતાં ૬ પુરૂષ ૩ મહિલા પકડાયા
પ્ર.નગર પોલીસે મોડી રાતે સવા બાર વાગ્યે દરોડો પાડ્યો
રાજકોટ તા. ૧૦: પોપટપરા પાસે ત્રેપન કવાર્ટર વિવેકાનંદનગર-૪ના ખુણે મોડી રાતે સવા બારેક વાગ્યે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી પ્ર.નગર પોલીસે દરોડો પાડી છ પુરૂષ અને ત્રણ મહિલાને પકડી લઇ રૂ. ૩૫૧૦ અને ગંજીપાના કબ્જે કર્યા હતાં.
પોલીસે દરોડો પાડી ત્રેપન કવાર્ટર વિવેકાનંદન શેરીમાં રહેતાં આમદ ઉર્ફ ભુરો સુમારભાઇ સમા, ઇમ્તિયાઝ જુસબભાઇ સુમરા, વલીમહમદ હબીબભાઇ ખ્યાર, અનવર હાજીભાઇ ખીરા, મહમદ સિદ્દીકભાઇ ખીરા, શિવા પોપટભાઇ કુનતીયા, રેશ્માબેન ઇમ્તિયાઝભાઇ સુમરા, મુમતાઝબેન મુસ્તાકભાઇ સમા અને શબાના આમદભાઇ સમાને પકડી લઇ રોકડ-ગંજીપાના કબ્જે કર્યા હતાં.
પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં હેડકોન્સ. દેવશીભાઇ કે. ખાંભલા, કોન્સ. મહાવીરસિંહ જાડેજા, અક્ષય ડાંગર, પ્રદિપસિંહ ગોહિલ, કુલદીપસિંહ રાણા, માલવીકાબેન દુબલ સહિતના સ્ટાફે આ દરોડો પાડ્યો હતો. આ બધા જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જૂગાર રમવા બેઠા હતાં.