રાજકોટ
News of Thursday, 10th June 2021

સુપર સ્પ્રેડર ૬૦ ફૂડ ડિલીવરી બોયને વેકસીન લેવા માટે ગાંધીગ્રામ પોલીસે સમજાવી વેકસીન અપાવી

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ ખુમાનસિંહ વાળા અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ કોરોનાના કેસો હાલમાં ઘટી રહ્યા છે તેમાં હવે વધારો ન થાય અને આ મહામારી સંપૂર્ણ પણે નાબૂદ થાય તેનો એકમાત્ર ઉપાય વેકિસન હોઇ જેથી લોકોને વેકસીન લેવા માટે જાગૃત કરવાના કામમાં પોલીસ પણ સામેલ થઇ છે. પોલીસ કમીશનરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમીશનરશ્રી ખુરશીદ અહેમદ તથા ડીસીપી ઝોન- મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દીયોરાની સૂચના અન્વયે  ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ ખુમાનસિંહ એ. વાળાના માર્ગદર્શન મુજબ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના સ્ટાફ  દ્વારા લોકોના સોૈથી વધુ સંપર્કમાં રહેતાં સ્વીગી અને ઝોમેટોના ફૂડ ડિલીવરી બોય કે જેને સુપર સ્પ્રેડર ગણી શકાય તેવા ૬૦ ફૂડ ડિલીવરી બોયને વેકસીન આપવાનું આયોજન કરાયું હતું. આ તમામને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને બોલાવી વેકસીનના ફાયદાઓ સમજાવી બાદમાં વેકસીન સેન્ટર પર લઇ જઇ વેકસીન અપાવાઇ હતી.

(3:24 pm IST)