રાજકોટ
News of Thursday, 10th June 2021

સરકારના જી.વી.કે. વિભાગના ''ધન્વંતરી રથ''માં સેવા આપતા ૬ર વર્ષના કોરોના વોરિયર્સ ડો. રાજેન્દ્ર મહેતા

કોરોનાં કાળમાં ૭૦૦ લોકોના ટેસ્ટીંગ અને ૭૦ થી ૮૦ લોકોને હોમ આઇસોલેશનનું માર્ગદર્શન આપ્યુ

રાજકોટ : જી. વી. કે. દ્વારા ચાલતા 'ધન્વંતરી આરોગ્ય રથ'ના ડો. રાજેન્દ્ર એન. મહેતા રાજકોટ શહેર તથા જુનાગઢ શહેરમાં ખુબ જ પ્રસંસનીય સેવા કોરોના કાળમાં એન્ટીન્ટ ટેસ્ટ લોકોને કરી આપીને અને પોઝીટીવ આવેલ કોરોનાં પેશન્ટને 'રથ' માં જ જરૂરી માર્ગદર્શન કાઉન્સેલીંગ અને હોમ આઇસોલેટ કરીને સારવાર આપીને લગભગ ૭૦ થી ૮૦ કોરોનાં પેશન્ટને કોરોના મુકત કરેલ છે. તેઓએ અત્યાર સુધીમાં લગભગ ૭૦૦ ની આસપાસ રેપીટ એન્ટીજન્ટ ટેસ્ટ અને જરૂર પડે તો આર.ટી. પી. સી. આર. પણ કરી આપેલ છે. નોંધનીય છે કે જી. વી. કે. નાં પ્રોજેકટ કોઓડીનેટર ડો. અમરીશ વૈદ્ય, ડો. જયેશ શિંગાળા તથા કલ્પેશભાઇ ચૌહાણ અને વિપુલભાઇ લોખીલના માર્ગદર્શન હેઠળ મેનેજમેન્ટ દ્વારા 'ધન્વંતરી આરોગ્ય રથ' રાજકોટ મહાનગરપાલીકાનાં દરેક અર્બન હેલ્થ સેન્ટર હેઠળ ચાલે છે. ડો. રાજેન્દ્ર મહેતાનાં માર્ગદર્શન તળે કેનેરા બેંક, એસ. બી. આઇ. બેંક વગેરેમાં પણ સ્ટાફનાં કોરોનાં ટેસ્ટની સેવાઓ આપવામાં આવી હતી. 

(4:05 pm IST)