રાજકોટ
News of Wednesday, 21st April 2021

ગવરીદળમાં લોકડાઉન ૫મી મે સુધી લંબાવાયું: ગામને સેનેટાઇઝ કરાયું

જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ સવારે ૮ થી ૧૨ મેળવી શકાશેઃ એ પછી દૂકાન ચાલુ રહે તો ૧૫૦૦નો દંડઃ કરિયાણાની દૂકાન ચાલુ રહેશેઃ ફેરીયાઓને પ્રવેશબંધી

રાજકોટઃ મોરબી રોડ પર આવેલા રાજકોટના ગવરીદળમાં કોરોનાને કારણે અગાઉ ૧૬મીથી આજ ૨૧ એપ્રિલ સુધી લોકડાઉન અમલી બનાવાયું હતું. હજુ પણ લોકડાઉનની જરૂર જણાતી હોવાથી આગામી ૫ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ તસ્વીરો મોકલી જણાવ્યું હતું કે સવારે ૮ થી ૧૨ ગામલોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદ કરી શકશે. બપોરના બાર પછી જે દૂકાન ખુલી હશે તેની પાસેથી રૂ. ૧૫૦૦ દંડ વસુલ કરવાનો નિર્ણય કરાયો છે. દૂધ-કરિયાણાની દૂકાનો ચાલુ રાખી શકાશે. ચા પાણીની હોટેલો, ખાણીપીણીની હોટેલો પણ બંધ રાખવામાં આવશે. બહારના ફેરીયાઓને ગામમાં પ્રવેશ મળશે નહિ. લોકડાઉનને કારણે ગવરીદળમાં રિકવરી સારી થઇ હોઇ જેથી હજુ ગ્રામ પંચાયત વધુ લોકડાઉન ઇચ્છે છે. જેમાં ગ્રામજનોએ પણ સહકાર આપ્યો છે. આજે ગામમાં સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું.

(3:21 pm IST)