રાજકોટ
News of Wednesday, 21st April 2021

સુથાર સમાજ ગુજરાતના સુત્રધારોની વરણી : પ્રમુખ પદે ઠાકોર મિસ્ત્રી

રાજકોટ,તા. ૨૧: સમગ્ર ગુજરાત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી મેવાડા, ગજ્જર, વૈશ્ય અને પંચોળી સુથાર જ્ઞાતિજનોની વડોદરા ખાતે આવેલી સંસ્થા શ્રી સુથાર સમાજ ગુજરાતની રાજ્યસ્તરીય બેઠક તાજેતરમાં સરકારશ્રીના ધારાધોરણ મુજબ મળી હતી. જેમાં હોદેદારોમાં પ્રમુખ તરીકે ઠાકોર મિસ્ત્રી, ઉપપ્રમુખ નિખીલભાઇ ગજ્જર, ઉપપ્રમુખ દિનેશભાઇ સુથાર બોરસદ તથા મંત્રી તરીકે સંજય ગજ્જરની સર્વાનુમેન વરણી કરવામાં આવી છે.

રાજ્યસ્તરે બક્ષીપંચના લાભો તથા સરકાશ્રીની વિવિધ યોજના અંગે તથા કેન્દ્રસ્તરે સફળ રજુઆતોને કારણે જ્ઞાતિનો કેન્દ્રીય ઓ.બી.સી.માં સમાવેશ થયો છે. કેન્દ્ર સરકારના ગેઝેટ સાથે સંયોગીક કાગળો પણ સંસ્થામાં ઉપલબ્ધ છે. જે દ્વારા કેન્દ્રીય લાભો મેળવવા સમાજનો સંપર્ક કરવા સંસ્થાના મંત્રીશ્રી સંજયભાઇ ગજ્જરની યાદી જણાવાયું છે. (ફોન ૦૨૬૫ ૨૪૧૬૧૬૧)

(3:30 pm IST)