રાજકોટ
News of Wednesday, 21st April 2021

કોરોનાના દર્દીઓ માટે બેડ, એમ્બ્યુલન્સ, ઇન્જેકશન સહિતની સેવાઓ માટે હેલ્પલાઇન કાર્યરત

રાજકોટઃ  કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધતા તમામ દર્દીઓ ઇમરજન્સીમાં સારવાર, બેડ અને દવા તેમજ ટેસ્ટિંગ કરાવી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રાજકોટ ખાતે છ સેવાઓ અંગેની હેલ્પલાઇન શરૂ કરાઇ છે.

કોવીડ હેલ્પ લાઇન ગુજરાત સરકાર દ્વારા કાર્યરત છે. જેનો નંબર ૧૦૪  છે. જેમાં બહાર ન  જઇ શકનાર દર્દી માટે ટેસ્ટ અને તાત્કાલિક સારવાર સંજીવની રથ- ધન્વંતરી રથ દ્વારા કરવામાં આવે છે.

એમ્બ્યુલન્સ માટે ૧૦૮ તેમજ હોસ્પિટલમાં ઉપલબ્ધ બેડ માટે કલેકટર કચેરી ખાતે હેલ્પલાઇન કાર્યરત છે. જેનો નંબર ૯૪૯૯૮ ૦૪૦૩૮,૯૪૯૯૮ ૦૬૪૮૬,૯૪૯૯૮ ૦૧૩૩૮,૯૪૯૯૮ ૦૬૮૨૮ તેમજ રેમડે સિવિર ઇન્જેકશન હેલ્પલાઇન રાજકોટ નં.૯૯૭૪૫ ૮૩૯૫૫,૯૯૭૪૫ ૮૪૭૫૫,૯૯૭૪૫ ૮૩૨૫૫,૯૯૭૪૦ ૭૩૧૫૦ ઉપરાંત રાજકોટ શહેરમાં ખાનગી વાહન વ્યવસ્થા જેમાં ૭૪૦૫૧૫૦૦૦૨ તેમજ રાત્રે કરફયુ દરમ્યાન ઇમજન્સી વાહન વ્યવસ્થા આશિર્વાદ સેવા ટ્રસ્ટ શ્રી મુકેશભાઈ વિઠ્ઠલાણી નં. ૯૭૨૫૭ ૧૦૭૯૦,૯૨૬૫૬ ૨૯૭૭૭ ઉપર સંપર્ક કરવાથી સેવાઓ મળી રહેશે.

(4:12 pm IST)