રાજકોટ
News of Wednesday, 21st April 2021

કર્ફયુ ભંગના ૧૧૩, માસ્કના ૧૮ મળી ૧પ૧ કેસ

રીક્ષામાં વધુ મુસાફર બેસાડી નિકળેલા ચાલકો, બાઇક પર માસ્ક પહેર્યા વગર નીકળેલા ચાલકો પણ ઝપટે ચડયા

રાજકોટ તા.ર૧ : કોરોનાને કારણે કર્ફયુનો સમયમા ફેરફાર કરવામાં આવ્યા બાદ પોલીસ કમિશનરના અલગ અલગ જાહેરનામાનો પોલીસ દ્વારા અમલ શરૂ કરાવ્યો છે જેમાં ગઇકાલે કર્ફયુ ભંગ, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સના ભંગના કુલ ૧પ૧ કેસ નોંધાયા છે.

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે પોલીસ સમિશનર શ્રીમનોજ અગ્રવાલે અલગ અલગ જાહેરનામા બહાર પાડી પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં તેનો અમલ કરાવવામાં આવે છે જેમાં ગઇકાલે અલગ-અલગ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન માસ્ક પહેર્યા  લટાર મારવા નિકળેલા ટુવ્હીલર ચાલકો, બે થી વધુ મુસાફરો બેસાડીને નિકળેલા રીક્ષા ચાલકો, ચાની હોટલ,પાનની દુકાન અને ફરસાણ, કરિયાણાની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન કરાવનારા વેપારીઓ તથા બાઇકપર માસ્ક વગર ત્રીપલ સવારી નીકળેલા ચાલકો પણ પોલીસની ઝપટે ચડયા હતા જેમાં માસ્કના ૧૮, કર્ફયુ ભંગના ૧૧૩, સોશીયલ ડીસ્ટન્સના ૬ અને બાઇક પર માસ્ક વગર ત્રીપલ સવારીથી નીકળતા પાંચ મળી કુલ ૧પ૧ કેસ નોંધાયા છે.

(4:15 pm IST)