મોરબી રોડ ઠાકર ચોક પાસેથી રાહુલ અને દામજી મેપા પ્લોટ પાસે જયેશ દારૂના જથ્થા સાથે પકડાયા
બી ડીવીઝન પોલીસ દારૂના ૩૦ ચપલા અને ભકિતનગર પોલીસે બે જગ, એક બોટલ અને ૮૦ પાઉચ કબજે કર્યા
રાજકોટ તા.ર૧: મોરબી રોડ ઠાકર ચોક પાસેથી બી ડીવીઝન પોલીસસે દારૂના ૩૦ ચપલા સાથે એક અને ભકિતનગર પોલીસે દામજી મેપા પ્લોટમાંથી દારૂની બોટલો અને ૮૦ પાઉચ સાથે એક શખ્સને પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ મોરબી રોડ પર જયજવાન જયકિશાન સોસાયટી ઠાકર ચોક પાસે એક શખ્સ દારૂના જથ્થા સાથ ઉભો હોવાની બી ડીવીઝન પોલીસ મથકના કોન્સ. નિલેશભાનનઇ વાવેચાને બાતમી મળતા ઠાકર ચોક પાસેથી રાહુલ કિશોરભાઇ મકવાણા (ઉ.વ.૨૫) (રહે. મોરબી રોડ, જકાતનાકા પાસે રપ વારીયા કવાર્ટર)ને પકડી લઇ થેલામાંથી રૂા.૩૦૦૦ની કમિંતના દારૂના ૩૦ ચપલા કબ્જે કર્યા હતા. આ કામગીરીᅠપીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.એમ.જાડેજા, એ.એસ.આઇ, એસ.એમ.માડમ, હેડ કોન્સ. કે.કે. નિકોબા, પી.ડી.ખાંભરા, એમ.એમ. મલેક, એમ.એસ.મકવાણા, એલ.બી. હાડગડા, કોન્સ.હેમેન્દ્રભાઇ, નિલેષભાઇ, વિશ્વજીતસિંહ, મિતેશભાઇ તથા મહેશભાઇ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે બીજા દરોડામાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા, કોન્સ. વાલજીભાઇ જાડાને બાતમી મળતા બોલબાલા માર્ગ દામજી મેપા પ્લોટ શેરી નં.૩ ના ખુણા પાસેથી જીજે-૩ᅠકેકયુ-૧૪૧૪ નંબરના એકટીવામાંથી વિદેશી દારૂની એક બોટલ અને ૮૦ પાઉચ સાથે જયેશ ગટીયો , મહેશભાઇ દવે (ઉ.વ.રર) (રહે. દામજી મેપા પ્લોટ શેરી નં.૩) ને પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ. એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એન.રાયજાદા, હેડ કોન્સ.દેવશીભાઇ, દિલીપભાઇ, કોન્સ. વિશાલભાઇ, મનીષભાઇ, વાલજીભાઇ તથા પુષ્પરાજસિંહ તથા અરવીંદભાઇ દ્વારા કરવામાં આવી હતી.