રાજકોટ
News of Tuesday, 21st June 2022

ભારતીબેને સાથે રહેવાની ના પાડતાં ‘હવે જીવવા નથી દેવી' કહી મહિપતસિંહની ધમકી

રૈયા રોડ રામેશ્વર ડેરી પાસે એપાર્ટમેન્‍ટમાં બનાવ : પતિ સાથે છુટાછેડા બાદ તેર વર્ષથી મહિપતસિંહ સાથે જ રહેતી મહિલા હાલમાં એકલી રહે છેઃ પંદર દિવસ પહેલા પણ મારકુટ કર્યાની યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૧: રૈયા રોડ આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ  રામેશ્વર ડેરી પાસે જાગૃતિ દિપ ફલેટમાં રહેતી મુળ મુળી (વઢવાણ)ની ૩૦ વર્ષિય યુવતિ ભારતીબેન ભરતસિંહ પરમારની ફરિયાદ પરથી ગાંધીગ્રામ શેરી નં. ૩૩-બી બાપા સિતારામ મઢુલી પાસે રહેતાં મહિપતસિંહ દિલીપસિંહ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ભારતીબેને પોલીસનેજણાવ્‍યું છે કે હું દસ વર્ષના પુત્ર સાથે એકલી રહી પ્રાઇવેટ નોકરી કરુ છું. ચોૈદ વર્ષ પહેલા અમરેલી ખાતે મારા લગ્ન થયા હતાં. મનમેળ ન થતાં છુટાછેડા થયા હતાં. છુટાછેડા બાદ આજથી તેર વર્ષ પહેલા અમારી જ જ્ઞાતિના મહિપતહિં સોલંકી (રજપૂત) સાથે પરીચય થતા ંઅમે બંને વડિલોની સંમતીથી સાથે રહેવા લાગ્‍યા હતાં. અમારે સંતાનમાં એક પુત્ર છે. પરંતુ આજથી થોડા સમય પહેલા મને ખબર પડી હતી કે મહિપતસિંહનું ચારિત્ર્ય બરાબર નથી. આથી અમે છુટા પડવાનું નક્કી કર્યુ હતું અને નોટરીનું લખાણ પણ કરાવ્‍યું હતું. પરંતુ બાદમાં પુત્રનો વિચાર આવતાં મેં મહિપતસિંહને સુધરવાની તક આપી હતી અને ફરી સાથે રહવા લાગ્‍યા હતાં. આમ છતાં તે નહિ સુધરતાં મેં તેને મારા ઘરે આવવાની ના પાડી દીધી હતી. આમ છતાં તે ગઇકાલે ૨૦મીએ સવારે ઘરે આવ્‍યા હતાં અને ગાળો દેવા માંડતા મેં તેને આવુ કરવાની ના પાડતાં તે ઉશ્‍કેરાઇ ગયેલ અને પુત્ર જાગી જતાં હવે તને જીવવા દેવી નથી તેમ કહી મારી નાંખવાની ધમકી આપી જતો રહ્યો હતો.

ભારતીબેને વધુમાં પોલીસને જણાવ્‍યું હતું કે અગાઉ પંદરેક દિવસ પહેલા પણ મારા ઘરે મહેમાન તરીકે મેહજબીન પઠાણઆવ્‍યો હતો ત્‍યારે પણ મને મહિપતસિંહે ઢીકાપાટુનો માર માર્યો હતો. એએસઆઇ એચ. એલ. સબાડે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:15 pm IST)