શ્રી કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા બહેનોની ઓપન રાજકોટ શિવણ હરીફાઇનો પ્રારંભઃ કમલેશભાઇ જોશીપરાનું સન્માન
રાજકોટઃ શ્રી કોઠારીયા નાકા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા બહેનોની ઓપન રાજકોટ શિવણ હરીફાઇનો પ્રારંભ સૌ.યુનિ. પૂર્વ કુલપતિ શ્રી કમલેશભાઇ જોશીપુરાના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય મહેમાન શ્રી ચિમનભાઇ શુકલ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ડો. એ.એસ.પંડયા એ.વી.પી.ટી.એન્જી. કોલેજના આચાર્યશ્રી ,ન.પ્રા.શિ.સ.ના ચેરમેન શ્રી અતુલભાઇ પંડીત ડો. સારંગીબેન ભટ્ટ કોસ્મેટી ડીઝાઇન ખાતાના વડા એ.વી.પી.ટી.એન્જી. કોલેજ રાજુભાઇ સોની(ભાયાવદર વાળા)શ્રી ગીરીશભાઇ પરસાણા, શ્રી કિશોરભાઇ પટેલ અને શ્રી કશ્યપભાઇ શુકલ ના અતિથિ વિશેષ પદે યોજવામાં આવેલ.
કાર્યક્રમની શુભ શરૂઆત બહેનોના સરસ્વતી વંદના ગીતથી કરવામાં આવેલ સ્વાગત પ્રવચન શ્રી નિરવભાઇ પારેખે કરેલ કાર્યક્રમની રૂપરેખા શ્રી ભરતભાઇ ત્રિવેદીએ આપેલ કાર્યક્રમનું સંચાલન શ્રી નિલેષભાઇ વોરાએ કરેલ. આ ઓપન રાજકોટ શિવણ હરિફાઇમાં ૧૯૫ બહેનો ભાગ લઇ રહેલ છે.
આ તકે રાજયના વરીષ્ઠ શિક્ષણ વિદ સૌ. યુનિ. ના પૂર્વ કુલપતિ શ્રી કમલેશભાઇ જોષીપુરા સૌ. યુનિ.કાયદા ભવન ખાતે પોતાના સુદીર્ઘ કાર્યકાળ સફળ રીતે પૂર્ણ કરતા મંડળ દ્વારા અદકેરૂ સન્માન શાલ ઓઢાડી સન્માન કરવામા આવેલ.
કાર્યક્રમને અંતે આભાર દર્શન શ્રી ઉમેશભાઇ જે.પી. એ કરેલ. કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી ભરતભાઇ રૂપારેલ, શ્રી ભાવેશ રાધનપુરા,શ્રી યશવંતભાઇ પાટડીયા, શ્રી રાજુભાઇ મહેતા, શ્રી કૌશિક દવે, શ્રી ભાવિન મહેતાએ તેમજ અન્ય સભ્યોએ જહેમત ઉઠાવેલ. વધુ વિગતો માટે વિશાલ મો. ૯૩૭૫૧૩૦૨૬૨ ઉપર સંપર્ક કરી શકાય છે.