રાજકોટ
News of Wednesday, 21st July 2021

શાપર નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા અજાણ્યા આધેડનું મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૧: શાપર નજીક ગોંડલ હાઇવે પર કેપ્ટન ગેઇટ નજીકથી અજાણ્યા આશરે ૪૫ થી ૪૭ વર્ષના આધેડ ઇજાગ્રસ્ત હાલતમાં મળતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ મારફત ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. આર. એસ. સાંબડે શાપર પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે રખાયો છે.

(11:56 am IST)