રાજકોટ
News of Wednesday, 21st July 2021

ખોડિયારનગરમાં માલવીયાનગર પોલીસનો દરોડોઃ કિશન ડોડીયાનો ૩૩ હજારનો દારૂ કબ્જે

રોહિત કછોટ અને કુલદિપસિંહ જાડેજાની બાતમીઃ કિશન ઘરમાં ન મળ્યો : અગાઉ ૪ વખત હદપાર થયો'તોઃ લૂંટ, મારામારી, દારૂ, ચોરીના ચાર ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૨૧: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગર-૧૩માં મચ્છો માતાજીના મંદિર નજીક રહેતાં કિશન ભરતભાઇ ડોડીયાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળતાં માલવીયાનગર પોલીસે દરોડો પાડતાં બ્લેક પેશન બ્રાન્ડની વ્હીસ્કીની રૂ. ૩૩૬૦૦ની ૮૪ બોટલો મળતાં તે કબ્જે કરી હતી.

પોલીસે દરોડો પાડ્યો ત્યારે કિશન ઘરમાં ન હોઇ તેની શોધખોળ હાથ ધરી છે. કોન્સ. રોહિતભાઇ કછોટ અને કુલદિપસિંહ જાડેજાની બાતમી પરથી પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, હેડકોન્સ. મશરીભાઇ ભેટારીયા, દિગ્પાલસિંહ જાડેજા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, હિતેષભાઇ અગ્રાવત સહિતે આ કામગીરી ડીસીપી મનોહરસિંહ જાડેજા, એેસીપી જે. એસ. ગેડમની સુચના હેઠળ કરી હતી.

કિશન વિરૂધ્ધ અગાઉ માલવીયાનગર અને ભકિતનગર પોલીસમાં મારામારી, ચોરી, લૂંટ, દારૂના ચાર ગુના નોંધાઇ ચુકયા છે અને ચાર વખત તેને હદપાર પણ કરવામાં આવ્યો છે.

(3:23 pm IST)