રાજકોટ
News of Wednesday, 21st July 2021

રાજકોટ રેલ્વેના જુદા જુદા વિભાગને જનરલ મેનેજરના ૩ પ્રતિષ્ઠિત શીલ્ડ મળ્યા : ૧૦ અધિકારીઓ-કર્મચારીઓને પણ જી.એમ. એવોર્ડ

રાજકોટઃ રાજકોટ રેલ્વે ડીવીઝનને ર૦ર૦-ર૧ ના સેફટી, સિગ્નલ અને પરીચાલન ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૬૬ માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારંભમાં ત્રણ પ્રતિષ્ઠીત શિલ્ડથી નવાજવામાં આવ્યા હતા.

ડીસીએમ અભિનવ જૈફે જણાવ્યું કે, મુંબઇ સેન્ટ્રલમાં આયોજીત આ પુરસ્કાર સમારંભમાં પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરશ્રી આલોક કંસલ દ્વારા રાજકોટ ડીઆરએમ શ્રી પરમેશ્વર ફુંકવાલને આ ત્રણ શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. શિલ્ડ સાથે આજે રાજકોટ પહોંચેલા ડીઆરએમ ફુંકવાલ, એડીઆરએમ ગોવીંદ પ્રસાદ સૈની, આર.સી.મીના, એન.આર.મીના સહિત વિવિધ અધિકારીઓનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓપરેટીંગ, સેફટી અને સિગ્નલ વિભાગના જુદા-જુદા ૪ અધિકારીઓ અને ૬ કર્મચારીઓને પણ જીએમ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. જેમાં ડેપ્યુટી ચીફ એન્જીનીયર (કન્સ્ટ્રકશન) શ્રી તુષાર મિશ્રા, ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલકોમ એન્જીનીયર શ્રી રૂપકિશોર બધેલ, આસીસ્ટન્ટ ડીવીઝનલ સિગ્નલ એન્જીનીયર શ્રી કેશવકુમાર, આસીસ્ટન્ટ ડીવીઝનલ એન્જીનીયર શ્રી અજય નિશ્ચલ, લાઇનમેન ગ્રેડ-૩ -સુરેન્દ્રનગર શ્રી વિજયકુમાર પ્રસાદ, સિનીયર સેકશન એન્જીનીયર શ્રી રાજકુમાર કોહલી, ટ્રેક વેલ્ડર રૂપેશકુમાર, સિનીયર નરસીંગ સુપ્રિટેન્ડેન્ટ શ્રીમતી જયોત્સના મકવાણા, ચમારજના ગેટમેન જયેશ વી.વી. અને ચીફ ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ મેહુલ સોલંકીનો સમાવેશ થાય છે.

(3:29 pm IST)