રાજકોટ
News of Wednesday, 21st July 2021

અવધૂત ક્રેડીટ કો.ઓપ. સોસાયટી લી.ના લોનના બાકીદાર સભાસદોને ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા

રાજકોટ, તા. ર૧ : અત્રેની નેગોશીયેલબ કોર્ટ રાજકોટનાં સીનીયર જજ શ્રી એન. એચ. વસવેલીયાની કોર્ટમાં  અવધુત કેડીટ કો-ઓપ.સોસા.લી. રાજકોટના બે લોન બાકીદાર સભાસદ સામે ચેક રીટર્ન અન્વયે  ફોજદારી ફરીયાદ દાખલ કરેલ અને તે ફરીયાદ કામ ચાલી જતાં પુરાવો લઈને બન્ને આરોપી  સામે નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એકટની જોગવાઈ હેઠળ ગુન્હો સાબીત માનીને એક વર્ષની જેલની  સજા અને ચેક મુજબની વળતરની રકમ બે માસમાં ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે.  

 આ કેસની હકીકત એવી છે કે શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી. રાજકોટ દ્વારા તેના  સભાસદોને લોન આપેલ તે લોનની ઉધરાણી કરતાં લોનના બાકીદાર સભાસદે ચેક આપેલ તે ચેક  બાકીદાર સભાસદની સુચના મુજબ વસુલાત માટે રજુ કરેલ જે ચેક રીટર્ન થતાં અને તે તમામ ચેક  આપનાર સભાસદો ડીમાન્ડ નોટીસ આપેલ અને તેના દ્વારા ચેક રીટર્નની બાબત હળવાશથી લઈને  ચેક મુજબની કોઈ રકમ મંડળીમાં જમા કરાવેલ નહી જેથી શ્રી અવધુત કેડીટ કો-ઓપ. સોસા.લી.  રાજકોટે તેમના સહકાર્ય ક્ષેત્રના એડવોકેટ- મારફત  ફરીયાદ દાખલ કરેલ.

શ્રી અવધુત કેડીટ કો-ઓપ.સોસા.લી. રાજકોટના એડવોકેટ  મહેન્દ્ર કે કે. ફડદુ ત્થા સતિષ  આર.દેથલીયાએ એવી રજુઆત કરેલ છે કે, શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી. રાજકોટ દ્વારા તેના સભાસદોને લોન આપેલ અને લોની ત્થા તેના જામીન દ્વારા લોનના નીયમસરના  દસ્તાવેજો કરી આપેલ અને તેવોને ચેકથી લોન ચુકવેલ અને તે લોનના કાયદેસરના લેણા પેટેની  વસુલાત કરતા આરોપી સભાસદોઓએ ચેક આપેલ છે અને તે કાયદેસરના લેણા પેટે વસુલાત  બાબતેની ચેક રીટર્નની ફરીયાદ છે, વિશેષમાં એવી રજુઆત કરેલ છે કે કોઈપણ વ્યકિતએ ચેકને  હળવાશથી ન લે તે જોવાનો છે અને ચેક એ દેશની આર્થીક વ્યવહારની કડી છે અને ધી નેગોશીયેબલ  ઈન્સ્ટુુમેન્ટ એકટની જોગવાઈનો મુળભુત હેતુ દેશમાં આર્થીક વ્યવહારોમાં વિશ્વનીયતા જળવાઈ  રહે અને આર્થિક વ્યવહારો સરળતાર્થી ચાલે તે જોવાનો રહેલો છે, જો ચેક આપીને રીટર્ર્ન થાય તો  દેશની આર્થીક વ્યવસ્થા ભાંગી પડે અને અરસપરસની વિશ્વનીયતા જોખમમાં મુકાઈ અને આર્થીક  વ્યવહારએ દેશની જીવનરેખા છે તેવી કાયદાકીય અને હકીકત લક્ષી રજુઆતો કરેલ છે.   

નેગોશીયેબલ કોર્ટના સીનીયર જજશ્રી એન.એચ.વસવેલીયા દ્વારા ફરીયાદ અરજી,  જરૂરી દસ્તાવેજો, પુરાવાઓની સાથે સાથે કાયદાકીય જોગવાઈઓ કાયદાકીય પાસાઓ, કામનું રેકર્ડ તપાસતા અને શ્રી મહેન્દ્ર કે.ફડદુ ત્થા સતિષ આર. દેથલીયાની ઉપરોકત રજુઆતમાં તથ્ય  જણાતાં શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી. રાજકોટના બાકીદાર સભાસદોને ચેક રીટર્નના ગુન્હા  સબબ એક વર્ષની જેલની સજા અને ચેક મુજબની રકમ મંડળીને ચુકવવાનો હુકમ ફરમાવેલ છે.  

આ કામમાં શ્રી અવધુત ક્રેડીટ કો-ઓપ.સોસા.લી. રાજકોટના સહકારી ક્ષેત્રના એડવોકેટ મહેન્દ્ર  ફડદુ, સુભાષ પટેલ, સતિષ દેથલીયા, રેનિશ માકડીયા, જયસુખ બારોટ રોકાયેલ છે.

(3:30 pm IST)