રાજકોટ
News of Wednesday, 21st July 2021

કોરોના મુકિત તરફ આગળ વધતુ રાજકોટ : બપોર સુધીમાં એકપણ કેસ નહિ

કુલ કેસનો આંક ૪૨,૭૮૪એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૧૭ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૯૦ટકા થયો : હાલ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૧ :   શહેરમાં આજ ફરી બપોર સુધીમાં કોરોનાનો એક પણ કેસ નહિ નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૭૮૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૧૭  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૨૭૦૯  સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૦૦ ટકા થયો  હતો. જ્યારે ૭ દર્દીઓને રજા આપવામાં આવી હતી.

આજ દિન સુધીમાં ૧૨,૪૩,૨૯૦ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૮૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૪૪ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:32 pm IST)