રાજકોટ
News of Wednesday, 21st July 2021

વોર્ડ નં. ૮ માં સાર્વજનીક જગ્યામાં ડોમનું ખાત મુહુર્ત

 વોર્ડ નં. ૮ માં સાર્વજનિક જગ્યામાં લોકોને બેસવાની સુવિધા મળી રહે તે હેતુથી ડોમ નિર્માણ હાથ ધરાતા ગ્રાન્ટ ફાળવનાર ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના હસતે ખાત મુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે વોર્ડ નં. ૮ ના પ્રભારી નીતિનભાઇ ભૂત, વોર્ડ નં. ૮ ના પ્રમુખ તેજશભાઇ, મહામંત્રી કાથડભાઇ ડાંગર, જયસુખભાઇ મેરવીયા, કોર્પોરેટર અશ્વિનભાઇ પાંભર, પ્રીતિબેન દોશી, અનુસુચિત જાતી પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઇ અઘેરા, હિતેશભાઇ દવે, શકિતભાઇ રાઠોડ, અશોકભાઇ જાદવ, આર.એસ.એસ. મંદુભાઇ ભટ્ટ, મહેન્દ્રભાઇ જલુ, રતુભાઇ બારડ, શહેર મહિલા પ્રમુખ કિરણબેન માંકડીયા, અલ્કાબેન કામદાર, રક્ષાબેન જોષી, દયાબેન મલકાંડ, હર્ષીદાબેન કાસુન્દ્રા, મીનાબેન વજીર, રામેશ્વર મંદિર ટ્રસ્ટમાંથી પ્રમુખ નિલેશભાઇ ભટ્ટ, ઉપપ્રમુખ હસમુખસિંહ ગોહિલ, વિક્રમસિંહ ગોહિલ, મજબુતસિંહ જાડેજા, પંકજભાઇ કુવડ, જગદીશભાઇ વરમોરા, ભવ્ય દેવ, અજયભાઇ ચૌહાણ, રવિરાજસિંહ ઝાલા, ગોપાલભાઇ લીંબાસીયા, મંદિરના ધૂન મંડળીના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)