રાજકોટ
News of Wednesday, 21st September 2022

જાગનાથ વિસ્‍તારમાંથી જુગાર રમતા પકડાયેલ આરોપીઓનો નિઃર્દોષ છુટકારો

રાજકોટ તા.૨૧: અત્રે જુગાર રમતા પકડાયેલ આરોપીઓનો નિર્દોષ છુટકારો રાજકોટની કોર્ટે ફરમાવેલ છે.
આ બનાવની વિગત એવી છે કે, તેમના ફરિયાદી એ ડીવીઝનના હેડ કોન્‍સ્‍ટેબલ રવિભાઇ લાલશીભાઇ વાઘેલા તા.૧/૮/૨૦૨૧ના રોજ પોલીસ સ્‍ટેશને હાજર હતા ત્‍યારે એક જાગૃત નાગરીક તરફથી એવી હકીકત મળેલ કે જાગનાથ મહાકાળી મંદિરની બાજુમાં બંદુલા સમાજની વાડીમાં અમુક માણસો જુગાર રમે છે જેથી ફરિયાદીએ બાતમીદારની હકીકત ખરાઇ કરી તેણે જણાવેલ કે નીતિન રતિલાલ બુંદેલા પોતાના અંગત આર્થિક લાભ માટે બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમી માલ ઉઘરાવી અખાડો ચલાવે છે. જેથી પોલીસે ઉપરોકત જગ્‍યાએ રેડ કરતાં ૧.નીતિન રતિલાલ બુંદેલા, ૨. રવિ સુભાષભાઇ રાજયગુરૂ, ૩. સુનીલ ભેીખુભાઇ બુંદેલા ૪. હિરેન નિરૂસિંગ બુંદેલા, ૫. વિજય નાનુભાઇ બુંદેલા ૬. જીતેન્‍દ્ર ધીરજલાલ ચૌહાણ વાળાઓ જુગાર રમતા પકડાયેલ હોય તેમના વિરૂધ્‍ધ જુગાર ધારાની કલમ૪-૫ મુજબ ગુન્‍હો દાખલ કરેલ.
આ કેસમાં આવી જતાં નીતિન રતિલાલ બુંદેલા, ૨. રવિ સુભાષભાઇ રાજયગુરૂ, ૩. સુનિલ ભીખુભાઇ બુંદેલા ૪. હિરેન નિરૂસિંગ બુંદેલા ૫. વિજય નાનુભાઇ બુંદેલા ૬. જીતેન્‍દ્ર ધીરજલાલ ચૌહાણને નિર્દોષ ઠરાવી, છોડી મુકવા અદાલતે હુકમ કરેલ હતો.
ઉપરોકત કામમાં આરોપીઓ વતી રાજકોટના ધારાશાષાી અમિત એન. જનાણી, અભય ખખ્‍ખર, ઇકબાલ થૈયમ, કપિલ કોટેચા તથા રામકુભાઇ બોરીયા રોકાયેલ હતા.

 

(3:45 pm IST)