નવી યુવા નીતિ તૈયાર કરવા માંગ
રાજકોટ તા. ૨૧ : રાજ્ય સરકાર દ્વારા સત્વરે નવી યુવા નિતી તૈયાર કરવામાં આવે, આ માટે જનતા પાસેથી સુચનો માંગવામાં આવે, ઉત્તમ સુચનો કરનાર તમામને રોકડ પુરસ્કાર અને શ્રેષ્ઠ સુચનો કરનાર તમામને આકર્ષક પુરસ્કાર આપવા, યુવા સેવા વિભાગ, ઉંમરને ધ્યાને લીધા વગર સારી પ્રવૃત્તિ કરનારને સામે ચાલી એવોર્ડ, પુરસ્કાર અરજી વગર આપવાનું શરૂ કરે. યુથ બોર્ડમાં ઉંમરના બાધ વગર, તટસ્થ, નિસ્વાર્થ ભાવે પ્રવૃત્તિ કરનારાને નિમવામાં આવશે, યુથ બોર્ડની બેઠક દર ત્રણ મહિને બોલાવવા સુચનો માંગવા, યુવક સેવા વિભાગ, ભૂતકાળમાં અને વર્તમાન સમયમાં શ્રેષ્ઠ યુવા પ્રવૃત્તિ રાષ્ટ્રીય એકતા, સાયકલીંગ, સાંપ્રદાયીક સદ્ભાવના વિગેરે ક્ષેત્રે રાષ્ટ્રીય, રાજ્ય લેવલે પ્રવૃત્તિ કરનારને ઉંમરના બાધ વગર રૂા. ૨ લાખ અથવા વધુનો પુરસ્કાર, એવોર્ડ દર વર્ષે ૩૫ને આપવાનું શરૂ કરે તે માટે સાગર વિકાસ ટ્રસ્ટે મુખ્ય સચિવને પત્ર લખી સુચનો કર્યા છે.