રાજકોટ
News of Thursday, 21st October 2021

ફુટબોલ ટુર્નામેન્ટમાં એ.જી.ની ટીમ ચેમ્પિયન

રાજકોટઃ એ.જી.ઓફિસ રાજકોટના સીનિયર ફૂટબોલ ખેલાડીઓ, ડિસ્ટ્રિકટ ફૂટબોલ અસોશિએશન રાજકોટ તથા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વ. શ્રી દિનેશ આર. ગોસાઈ તથા સ્વ. શ્રી પીટર જેક મેમોરિયલ ઓપન રાજકોટ ફૂટબોલલીગ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ   રેસકોર્સે ફૂટબોલ મેદાનમાં રમાએલ તેમાં એ.જી. ઓફિસ એ રેલ્વે ટીમ ને ૨-૧ ને હરાવી ચેમ્પિયનશીપ મેળવેલ. મેચમાં  મુખ્યમહેમાન તરીકે   એ જી ઓફિસના. સિનીયર ડીએજી, શ્રી સજી થોમસ,  સાથે શ્રી ડેનિસ, ડેનીઅલ, બી કે જાડેજા, જે પી બારડ, રાજુભાઈ વ્યાસ, અરુનભાઇ ગોસ્વામિ, એસએમટી. ડી આર ગોસાઇ તથા શ્રીમતી પીટર જેક સહિતના ઉપસ્થિત રહેલ.

(2:37 pm IST)