રાજકોટ
News of Thursday, 21st October 2021

સોનીબજારમાં મેન્યુફેક્ચરર બે ડઝન જેટલા જવેલર્સનું 16 કિલો સોનુ લઈને ગાયબ

મોટા માથા સાથે અન્ય નાના વેપારીઓનું સોનુ પણ લઈને ફરાર : મોટા બે જવેલર્સનું જ આઠ કિલો સોનુ સલવાયું : સોનીબજાર સ્તબ્ધ

રાજકોટ: શહેરની સોનીબજારમાં દિવાળી તહેવાર પહેલા એક મેન્યુફેકચરર બે ડઝન જેટલા જ્વેલર્સનું અંદાજે 16 કિલો સોનું લઈને ગાયબ થઈ જતાં સોનીબજાર સ્તબ્ધ બની છે છેતરાયેલા જવેલર્સ દ્વારા વિવિધ દિશામાં તપાસ સાથે દોડધામ મચી છે

 બજારમાં ચર્ચાતી વિગત મુજબ સોનીબજારમાં જાણીતો એક મેન્યુફેકચરર તેની પાસે દાગીના બનાવડાવતા નાના મોટા સોનીઓેનું લગભગ 16 કિલો જેટલું સોનું લઈને ભાગી જવાની ઘટના પાછળનું એવી વાતો ચર્ચાઈ છે કે ફાઈનાન્સરોનું લેણું ચડી ગયું હતું. ફાઈનાન્સરોને નાણા ચૂકવવા માટે સોની વેપારીઓનું સોનુ લઈને ફરાર થઇ ગયો છે

 બજારમાં ચર્ચાતી વિગત મુજબ આ મેન્યુફેકરર જે 16 કિલો સોનુ લઈને ગાયબ થયો છે તેમાં બે મોટા જવેલર્સનું જ 8 કિલો સોનુ છે આ સિવાય અન્ય નાના વેપારીઓ પણ ઝપટમાં આવ્યા છે નાના વેપારીઓ કે હોલસેલરોએ આપેલ સોનુ લઈને ભાગી ગયાનું જાણ થતા વેપારીઓએ શોધખોળ હાથ ધરી છે મોટા વેપારીઓ સાથે  અન્ય નાના વેપારીઓનું દરેકનું ચારસોથી આઠસો ગ્રામ સોનું લઈને ગાયબ થઈ ગયો છે.

(10:01 pm IST)