રાજકોટ
News of Saturday, 21st November 2020

મ.ન.પા.ની સીટી બસ રાત્રે ૮ પછી બંધ રહેશેઃ કર્ફયુનો અમલ થશે

આજથી સવારે ૬ રાત્રીના ૮ સુધી જ સીટી બસ દોડશે

રાજકોટ, તા.૨૧: શહેરમાં જાહેર પરિવહનનું સંચાલન કરતી રાજકોટ મહાનગરપાલિકાની કંપની 'રાજકોટ રાજપથ લી. દ્વારા બી.આર.ટી.એસ.નું સંચાલન કરવામાં આવે છે. તથા રાજકોટ રાજપથ લી.ને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ અનલોક -પ ની ગાઇડલાઇન (માર્ગદર્શન) અન્વયે હાલમાં ૭૫% મુજબ પરિવહન સેવા ચાલુ છે. તાજેતરમાં સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ના ફેલાવો રોકવા માટે જાહેર કરવામાં આવેલ રાત્રીના કફર્યુના સમયને (રાત્રીના ૯: કલાકથી સવારના ૬:૦૦) ધ્યાને રાખીને બસ સેવાનો સમય સવારના ૬ થી રાત્રીના ૮ સુધીનો રાખવામાં આવેલ છે. જેથી જાહેર જનતાએ નોંધ લેવા રાજકોટ રાજપથ લી.ની યાદીમાં જણાવાયુ છે.

(4:22 pm IST)