રાજકોટ
News of Saturday, 21st November 2020

નિયમ પાલન સાથે ગરમ કપડાની બજારો ફરી ધમધમતી થઇ

રાજકોટ : 'સાચુ સુખ તે જાતે નર્યા' ઉકિત મુજર શિયાળાની ઠંડી સામે શરીરનું રક્ષણ કરવા લોકો ગરમ કપડાની ખરીદી પુરબહારમાં કરતા હોય છે. દર વર્ષે રાજકોટમાં જામતી તિબેટીયન લોકોની ગરમ કપડાની બજાર આ વર્ષે પણ સીઝન શરૂ થતા જ ખુલી ગઇ છે. જો કે લોકોની ભીડ વધી જતા તંત્રવાહકોએ આ બજાર થોડીવાર માટે બંધ કરાવવાની ફરજ પડી હતી. બાદમાં સોશ્યલ ડીસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરવા જેવા નિયમ પાલનની ખાત્રી પછી બજાર ખોલાવી નખાઇ હતી. ભુતખાના ચોકની આ ગરમ કપડાની બજારમાં હાલ દસ દસ લોકોને સમયાંતરે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. પ્રવેશતા પહેલા દરેકને સેનીટાઇઝ કરવામાં આવે છે. તસ્વીરમાં ગરમ વસ્ત્રોની બજારનો માહોલ નિહાળી શકાય છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:26 pm IST)