રાજકોટ
News of Friday, 22nd January 2021

ધુમ્મસને કારણે બોમ્બેથી રાજકોટ આવતી સ્પાઈસ જેટની ફલાઈટ દોઢ કલાક મોડી પડી : મુસાફરોમાં દેકારો

દરરોજ સવારે ૭ વાગ્યે મુંબઈથી રાજકોટ આવતી સ્પાઈસ જેટની ફલાઈટ આજે સવારે લેન્ડીંગ કરી શકી ન હતી : નેટ ડિપાર્ટમેન્ટે વીજીબીલીટી ભારે હોય ફલાઈટને ઉતરવાની મંજૂરી ન આપતા ફલાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવી પડી હતી ત્યારબાદ ૮:૩૦ વાગ્યે આ ફલાઈટ રાજકોટ આવી હતી : અને ૯-૯:૧૫ પછી મુંબઈ જવા રવાના થઈ હતી : દોઢ કલાક ફલાઈટ લેટ આવતા મુસાફરો અકડાઈ ઉઠ્યા હતા

(11:40 am IST)