રાજકોટ
News of Friday, 22nd January 2021

ખેડૂત આંદોલન માટે પોલીસ અટકાયત વહોરનાર ઈન્દ્રનીલ - સાગઠીયા - ગજેરા સહિત ૫નો જાતજામીન લેવા નનૈયો : ‘જેલમાં મોકલી દયો’નું રટણ

રાજકોટ : ૨૭મીએ ખેડૂત આંદોલન યોજવા દેવાની માંગણી સાથે ધરણા કરતા પોલીસે અટકાયતમાં લીધેલા ખેડૂત અગ્રણી પાલ આંબલીયા અને ઈન્દ્રનીલ રાજયગુરૂ સહિતના વિરોધ પ્રદર્શિત કરતા આગેવાનો પૈકી ઈન્દ્રનીલ રાજયગુરૂ, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, ડાયાભાઈ ગજેરા, ભાવેશ લુણાગરીયા, અને ભુપતસિંહ ગમારાએ આ લખાય છે ત્યારે બપોરે ૧૨:૧૫ કલાકે એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાતજામીન લેવાનો ઈન્કાર કરી ‘જેલમાં જવા દયો’નું રટણ ચાલુ રાખતા તમામને કોર્ટ સમક્ષ લઈ જવાયા છે. કોર્ટ શું હુકમ કરે છે? તે જોવુ રહ્યું.

(12:26 pm IST)