રાજકોટ
News of Friday, 22nd January 2021

કોંગ્રેસ દ્વારા વોર્ડનં.૭માં જનસંપર્ક અભિયાનઃ સ્થાનિક સમસ્યા હલ કરવા કાર્યકરોને આહવાન

ઉપપ્રમુખ, મહામંત્રીઓ, મંત્રી સહિતના હોદ્દેદારોની વરણી

રાજકોટઃ અહિંના વોર્ડ નં.૭માં કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભીયાન સાથે નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. લોકોના પ્રશ્ને લડત માટે રાજય સભાના સાંસદ ડો.અમીબેન યાજ્ઞીક દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને લોકોની સ્થાનીક સમસ્યાને હલ કરવા માટે કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું હતું. આ સાથે વોર્ડ નં.૭માં નવા હોદ્દેદારોને નિમણુંક પત્ર પણ આપવામાં આવ્યા હતા.

ડો.અમીબેન યાજ્ઞીક, ડો.હેમાંગ વસાવડા, જયપાલ રાઠોડ, રણજીત મુંધવા, નાગજીભાઈ વિરાણી, બહાદુર સીંધવ, રાજુ દેસાઈ, હબીબ કટારીયા, અમીત રવાણી, અહેસાનભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડનં.૭માં નવા વરાયેલા હોદેદારો પાંચ ઉપપ્રમુખ- પાંચ મહામંત્રી, પાંચ સંગઠન, ૧૦ કારોબારી સભ્ય સહીતની ટીમ આ મુજબ છે.

ઉપ્રમુખ ફૈજલભાઈ જુમાણી, જીતેન્દ્ર શીશાંગીયા, ગોપાલ બોરાણા, પ્રતીક રાઠોડ, હુરૈયાબેન મુશાણી તેમજ મહામંત્રીઓ સંજય કથ્રેચા, શબીર માંકડા, ગોપાલ મકવાણા, અબ્બાસ તાપાણી, ગુલામ મોહયુદ્દિન નવાબ તથા મંત્રીઓ રાજુ મોરપરીયા, કૃષ્ણસિંહ, જયદિપસિંહ ભટ્ટી, વિક્રમ ડાંગર, મનીષ છાંટબાર તેમજ સંગઠન મંત્રી મનીષ જીતીયા, શરૂભા બારડ, જીજ્ઞેશ ડોડીયા, અલી અઝગર શાકી, સુમીત પરમાર તેમજ કારોબારી સભ્યોમાં રફીકભાઈ સોરા,  દિવ્યરાજસિંહ ભટ્ટી, અનીલભાઈ વાગડીયા, સાગર જરીયા, ચાપાભાઈ ભાટી, કૈલાશબેન રાઠોડ, કંચનબેન વાળા, ભાવેશ મુંધવા, નંદાભાઈ બારડ, ભાવેશ જરીયા જોડાયા હતા.

(4:01 pm IST)