રાજકોટ
News of Friday, 22nd January 2021

રાજકોટના ખારચીયા ઘરેણાં ડબલ કરી પતિની બીમારી દૂર કરી દેવાને બહાને મહિલાને છેતરી દાગીના લઈને ભાગી ગયેલા કેશોદ જૂનાગઢના અબુબકર અને સલીમને પકડી લેતી આજીડેમ પોલીસ

રાજકોટઃ ગઇ તારીખ ૧૭/૦૧ના  આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળના સરધાર આઉટપોસ્ટ વિસ્તારમાં આવેલ ખારચીયા ગામ નિરાલી ફાર્મ હાઉસ સામે રાજકોટ ભાવનગર હાઇવે રોડ ઉપર એક મહિલાને 2 શખ્સોએ અટકાવી તેમના ઘરેણા ડબલ કરી તેના પતીની બીમારી દુર કરી દેશે તેમ કહી વિશ્વાસઘાત છેતરપીંડી કરી કાનમાં પહેરેલ સોનાની બુટી કિ.રૂ. ૧૨૬૬૦,  સોનાની સર જેની કિ.રૂ.૧૩૧૫૦ મળી  કુલ  ૮ ગ્રામના .રૂ. ૨૫૮૧૦ના ઘરેણા લઇ બંને નાશી ગયેલ હોય જેની આજીડેમ પોલીસમાં સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.

આ  ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મિણા (ઝોન-૧), તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી મનોહરસિંહ જાડેજા (ઝોન-૨) તથા એસીપી પૂર્વ એચ.એલ.રાઠોડએ આ ગુનાનો ભેદ ઉકેલવા સુચના આપી હોઈ  પોલીસ ઇન્સપેક્ટર વી.જે.ચાવડાના  માર્ગદર્શન અને સુચના હેઠળ સરધાર ઓપીના પો.સબ.ઇન્સ. જી.એન.વાઘેલા તથા ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. જે દરમ્યાન પીએસઆઇ વાઘેલાને મળેલ હકિકત અને ટેકનીકલ સર્વેલન્સના આધારે આ ગુનામાં સંડોવાયેલ બન્ને ઇસમોને તથા ગુનામાં ગયેલ મુદ્દામાલ તથા ગુનાના કામે વપરાયેલ મોટર સાઇકલ સાથે આજે  આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગરની ગોળાઇ પાસે રાજકોટ ભાવનગર હાઇવે ઉપરથી પકડી લીધા છે. આ શખ્સોના નામ (૧) અબુબકર સુલેમાનભાઇ પડાયા  (ઉ.વ ૪૫ ધંધો વેપાર રહે લીમડા ચોક મોચી બજાર મહેબૂબ પાન વાળા સામે કેશોદ જી. જુનાગઢ) તથા (૨) સલીમભાઇ મજીદભાઇ મકવાણા જાતે મુસ્લિમ સિપાઇ (ઉ.વ. ૫૦- ધંધો ભંગારની ફેરી રહે. હર્ષદનગર મસ્જિદની સામે સુમારભાઇ ફકીરના મકાનમાં ભાડે જુનાગઢ મૂળ રહે મોટા લીલીયા મફત પ્લોટ સ્મશાનની સામે તા. મોટા લીલીયા જી. અમરેલી) છે. આ બંને પાસેથી (૧) બે સોનાની બુટી વજન આશરે ૪ ગ્રામ કિ.રૂ.૧૨૬૬૦/

(૨) સોનાની સર વજન આશરે ૪ ગ્રામ કિ.રૂ.૧૩૧૫૦/ કુલ સોનાના દાગીના બુટી તથા સર મળી વજન ૮ ગ્રામ કી.રૂ. ૨૫૮૧૦/- નો મુદામાલ કબજે કરાયો છે.

મોડસ ઓપરન્ડી, ગુનો કરવાની રીત: (૧) આ કામના આરોપીઓ રસ્તે નિકળતા માણસોને પોતાની વાતમાં ભેળવી વિશ્વાસમાં લઇ ભોગ બનનારને બીમારી મટી જશે અને ઘરેણા ડબલ થઇ જશે તેમ કહી વિશ્વાસઘાત છેતરપીંડી કરી સોનાના ઘરેણા લઇ નાશી જવાની ટેવવાળા છે. (૨) આ કામના બન્ને આરોપીઓ જુનાગઢ જીલ્લા વિસ્તારમાં ગુનો આચરવાની ટેવવાળા છે.

આરોપીઓનો  ગુન્હાહીત ઇતિહાસ - (૧) વંથલી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ન.૦૦૩૬૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ (૨) જામજોધપુર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ન.૭૦૩૧/૨૦૧૬ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ (૩) ભાયાવદર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ન.૦૦૧૮/૨૦૧૭ આઇ.પી.સી. કલમ ૩૭૯,૧૧૪ (૪) ઉપલેટા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.ન.૦૦૭૩/૨૦૧૮ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ (૫) જુનાગઢ બી ડીવીઝન પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.ન.૦૦૫રા૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૭૯,૪૦૬,૧૧૪ 

કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓમા પો.ઇન્સ. વી.જે. ચાવડા,  પો.સબ.ઇન્સ. જી. એન.વાઘેલા તથા એ.એસ.આઇ કાળુભાઇ વેલજીભાઇ ગામેતી તથા પો.હેડ.કોન્સ. જનકસીહ ઇન્દ્રજીતસીંહ વાઘેલા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કારૂભાઇ બકુત્રાનો સમાવેશ થાય છે.

(7:45 pm IST)