રાજકોટ
News of Thursday, 22nd April 2021

રાજકોટ એસટી ડેપો ઉપર કોરોનાનો આતંક યથાવતઃ ૧૮૦નુ ચેકિંગઃ ૪૦ને કોરોના

રાજકોટ તા.રર : રાજકોટ એસ.ટી.ની. કોરોનાએ પથારી ફેરવી છે. આવકમાં ૭ં૦ ટકાનું ગાબડુ પાડયા બાદ એક પછી એક મુસાફરોને ઝપટે લેતો હોય ભારે ફફડાટ ફેલાયો છે.

આજે સવારથી કોર્પોરેશન ટીમે મુસાફરોના ટેસ્ટીંગ માટે ધોસ બોલાવી છે. કુલ ૧૮૦ મુસાફરોનું ટેસ્ટીંગ કરાતા ૪૦ને કોરોના જાહેર થતા તમામને હોમ આઇસોલેશન કરી દેવાયા છે.

એસ.ટી.તંત્રે લોકોને સોશ્યલ ડીસ્ટન્સ રાખવા ફરજીયાત માસ્ક પહેરવા સેનેટાઇઝ કરવા હાથ જોડી અપીલ કરી છે.

(11:51 am IST)