રાજકોટ
News of Thursday, 22nd April 2021

ભાજપ દ્વારા ટેસ્ટીંગ બુથ પર જલ સેવા

કોરોનાને કાબુમાં લેવા ટેસ્ટીંગ અભિયાન બળવતર બનાવવામાં આવ્યુ છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના ટેસ્ટીંગ બુથ પર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ટેસ્ટ કરાવવા આવતા લોકોને પાણીની બોટલ વિતરણ સહીતની સેવા શરૂ કરવામાં આવેલ છે. શહેરના તમામ ટેસ્ટીંગ બુથ પર શરૂ કરાયેલ આ સેવાઓ અંતર્ગત રૈયા ચોકડી ખાતે પ્રદીપ નિર્મળ, જીતુભાઇ કાટોળીયા, રામાપીર ચોકડી ખાતે દિલીપભાઇ પટેલ, જયરાજસિંહ જાડેજા, ડો. અલ્પેશ મોરઝરીયા, તેજશ ત્રિવેદી, કે. કે. વી. હોલ ખાતે મહેશ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, તેજશ જોષી, સીવીલ હોસ્પિટલ ખાતે નરેન્દ્રસિંહ ઠાકુર, અતુલ પંડીત, દશરથભાઇ વાળા, મનીષ રાડીયા, ભાવેશ ટોયટા સહીતના કાર્યકર્તાઓ વ્યવસ્થા સંભાળી રહ્યા છે.

(3:14 pm IST)