રાજકોટ
News of Thursday, 22nd April 2021

કાળીપાટ પાસેથી દારૂની પાંચ બોટલ સાથે ધર્મેશ ઉર્ફે ધમો પકડાયો

રાજકોટ,તા. ૨૨: ત્રંબા નજીક કાળીપાટ ગામ પાસે આજીડેમ પોલીસે બાતમીના આધારે દારૂની પાંચ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કાળીપાટ પાસે એક શખ્સ દારૂ સાથે નીકળવાનો હોવાની આજીડેમ પોલીસ મથકના કોન્સ. કુલદીપસિંહ જાડેજાને બાતમી મળતા ઇન્ચાર્જ પીઆઇ વી.આર.ડાંગરની સુચનાથી પીએસઆઇ એમ.એમ. ઝાલા, હેડ કોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કૌશેન્દ્રસિંહ, શૈલેષભાઇ, કુલદીપસિંહ, જયપાલભાઇ, તથા ઉમેદભાઇ સહિતે કાળીપાટ પાસેથી રૂ.૨૦૦૦ની કિંમતની દારૂની પાંચ બોટલ સાથે ધર્મેશ ઉર્ફે ધમો ભુપતભાઇ પરમાર (ઉવ.૩૭) (ઘનશ્યામનગર શેરી નં. ૭ કોઠારિયા રોડ)ને પકડી લીધો હતો.

(4:04 pm IST)