રાજકોટ
News of Saturday, 21st May 2022

રવિવારે રાજકોટમાં કોવીડ વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન:

મનપા સંચાલિત ૨૨ આરોગ્ય કેન્દ્ર તથા સિવિલ હોસ્પિટલ અને પદ્મકુવારબા હોસ્પિટલ ખાતે લાભાર્થીઓને કોવિડ રસીનો બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરના અને હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કર માટે પ્રિકોશન (બુસ્ટર) ડોઝ અપાશે

 રાજકોટ : રવિવારે રાજકોટમાં કોવીડ વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન થયેલ છે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનર અને આરોગ્ય સમિતિ ચેરમેને સંયુક્ત યાદીમાં જણાવેલ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૨૨/૫/૨૦૨૨ રવિવાર ના રોજ કોવિડ વેકસીનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે

 . કોરોના વેકસીન લેવામાં બાકી રહેલા નાગરિકોને મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ. રાજેશ્રીબેન ડોડીયાએ અપીલ કરી હતી

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત ૨૨ આરોગ્ય કેન્દ્ર તથા સિવિલ હોસ્પિટલ અને પદ્મકુવારબા હોસ્પિટલ ખાતે સવારે ૦૮:૦૦ થી સાંજે ૦૭:૦૦ સુધી ૧૨ વર્ષથી ઉપરના તમામ લાભાર્થીઓને કોવિડ રસીનો બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરના અને હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કર  માટે પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવામાં આવશે.


 

(9:35 pm IST)