રાજકોટ
News of Saturday, 21st May 2022

બુલડોઝર ધણધણયુઃ સામાકાંઠે ૬૪ સ્‍થળોએથી છાપરાનો કડુસલો

વોર્ડ નં. પ માં કુવાડવા રોડથી સંતકબીર રોડ સુધીના આડા પેડક રોડના રસ્‍તા પર પાર્કિંગ-માર્જીનમાં ખડકાયેલ ગેરકાયદે દબાણો હટાવી ર૩૦૦ ચો. ફુટ જગ્‍યા ખુલ્લી

રાજકોટ તા. ર૧ :.. મનપાની વન વીક, વન રોડ ઝૂંબેશ અંતર્ગત આજે ઇસ્‍ટ ઝોનમાં વોર્ડ નં. પ માં સમાવિષ્‍ટ આડો પેડક રોડ તરીકે ઓળખાતા રસ્‍તા પરના ૬૪ સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાના દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ર૩૦૦ ચો. મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવ્‍યું હતું.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ  મ્‍યુનિ. કમિશ્નર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત મ્‍યુનિ. કમિશ્નર દ્વારા રજુ કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૧/૦૫/ર૦ર૨ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના ઇસ્‍ટ ઝોન વિસ્‍તારના વોર્ડ નં.૫ માં સમાવિષ્ટ આડો પેડક રોડ તરીકે ઓળખાતા રસ્‍તા પર ગોવિંદેશ્વર મહાદેવ મંદિર કુવાડવા રોડ થી સંતકબીર રોડ પરના પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ ડિલક્‍સપાન, મકવાણાગેસ વેલ્‍ડીંગ, એ-વનહેર સ્‍ટાઈલ, ગાયત્રીડિલક્‍સ, કનૈયારેડીયમ આર્ટ, ચાંદનીપાન-કોલ્‍ડ્રીંકસ, શિવઈલેકટ્રીકલ, બહુચરમોટર ગેરેજ, કે.જી.એન.સ્‍ક્રેપ, અંબેઓટો ગેરેજ, શ્રીહિંગળાજ વેલ્‍ડીંગ, દુર્ગારેસ્‍ટોરન્‍ટ, પાન સેન્‍ટર, અન્નપુર્ણાગૃહ ઉદ્યોગ, વિશ્વકર્માબોડી રીપેરીંગ, બજરંગફેબ્રિકેશન, ગુરુદેવસીટ કવર, શિવરેડીયમ આર્ટ, એ.વનહેર સ્‍ટાઈલ, કોનીકઆર.ઓ.ઈલેકટ્રીકલ, ગુરુકૃપાસ્‍ટેશનર્સ, સદગુરુએન્‍ટર પ્રાઈઝ, ગુરુકૃપાએન્‍ટર પ્રાઈઝ, ગણેશકોલ્‍ડ્રીંકસ, ગણેશટેલીકોમ, ખોડીયારપાન, હરીઈલેકટ્રીકલ, સારથીઓટો, શિવશક્‍તિ ડેરી ફાર્મ, ભગવતીફલોર મિલ, મોમાઈટી.સ્‍ટોલ, ડેવપાન - કોલ્‍ડ્રીંકસ, બાલાજીપાન-કોલ્‍ડ્રીંકસ, બ્રાહ્મણીડાઈજ - નીલેશભાઈ, ઈમેજસ્‍ટેશનરી &ઝેરોક્ષ, ઉમિયાજીઈલેકટ્રીક, યંગસ્‍ટારહેર આર્ટ, ડિલક્‍સપાન, રવિટેઈલર્સ, અમરનાથહાર્ડવેર, ખોડીયારપાન ગાયત્રીઓટો ગેરેજ માનસસીટ કવર, સંગેશ્‍યામ ડિલક્‍સ પાન&કોલ્‍ડ્રીંકસ, રવિરાજસ્‍ટીલ, કૃપાઈમિટેશન, માટેલપાન&કોલ્‍ડ્રીંકસ, પિતૃસેલ્‍સ એજન્‍સી, સદગુરુઅગરબતી વર્કસ, પુનીતએન્‍ટરપ્રાઈઝ, મહાદેવઓટો ગેરેજ, રેડક્‍લીક સ્‍ટુડિયો, બાપાસીતારામ પતંજલી સ્‍ટોર, ખોડીયારઈલેકટ્રીકલસ, ગણેશહેર આર્ટ, દેવદરબાર પસ્‍તી ભંડાર, રીંકલપાન- કોલ્‍ડ્રીંકસ ધારેશ્વરકોલ્‍ડ્રીંકસ, લક્કીઓટો, ઉદય કાર્ગો     તથા સહિતના સ્‍થળોએથી  દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્‍વયે કુલ ૬૪ સ્‍થળોએ થયેલ છાપરા/ઓટાનું દબાણ દુર કરી અંદાજીત૨૩૦૦ ચો. ફૂટ પાર્કિંગ/માર્જીનની જગ્‍યા ખુલ્લી કરવામાં આવેલ છે.  આ કામગીરીમાં ઇસ્‍ટ ઝોનનાડેપ્‍યુટી મ્‍યુનિસિપલ કમિશ્નર, સીટી એન્‍જીનીયર, આસી. કમિશ્નર,તથાટાઉન પ્‍લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ટ્રાફિક એન્‍ડ ટ્રાન્‍સપોર્ટ શાખાના તમામ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્‍યાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્‍ટાફ સ્‍થળ પર ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(3:35 pm IST)