રાજકોટ
News of Saturday, 21st May 2022

પેડક રોડ- આજીડેમ ચોકડી- નંદનવન મેઇનરોડ વિસ્‍તારમાં ફુડ શાખા ત્રાટકી : ૭૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

૬૦ કિલો દાબેલા ચણા તથા ૧૩ કિલો વાસી મંચુરિયન, વાસી શાકભાજી પનીર તેમજ ૩ કિલો અન્‍ય વાસી ખોરાકનો જથ્‍થો ઝડપાયો : ૯ વેપારીને લાયસન્‍સ બાબતે નોટીસ

રાજકોટ,તા.૨૧ : વન વીક વન રોડ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા  આજે શહેરના કુવાડવા રોડથી સંતકબીર રોડ-આડો પેડક રોડ વિસ્‍તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૮ વેપારીને ત્‍યાં ચકાસણી   કરવામાં આવી તે  દરમ્‍યાન ૬ને લાયસન્‍સ બાબતે નોટીસ પાઠવામાં આવેલ છે.
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્‌ટી ઓન વ્‍હીલ્‍સ વાન સાથે સંતકબીર મેઈન રોડ ના વિસ્‍તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૭ ફુડ બિઝનેસ ઓપરેટર ની દ્વારા વેંચાણ થતાં ઠંડાપીણાં, દૂધ, મીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્‍ય તેલ વિગેરેના કુલ ૧૩ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ તથા ૩ કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરેલ તથા ૩ પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ. તેમજ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને દીનદયાલ ઇન્‍ડ. એરીયા શેરી નં.-૬, માનસરોવર- આજી ડેમ ચોકડી પાસે આવેલ કલ્‍પેશ ટ્રેડર્સમાં તપાસ કરી અનહાયજીનીક રીતે સ્‍ટોર કરેલ વાસી દબેલા ચણા નો ૬૦ કિલો જથ્‍થાનો નાશ કરેલ તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતની નોટિસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને નંદનવન મેઈન રોડ, માર્વેલ હોસ્‍પીટલની બાજુમાં આવેલ શ્રી રામ ચાઇનીઝ અને પંજાબી માં તપાસ કરી વાસી મંચુરિયન, વાસી કાપેલા શાકભાજી અને પનીર મળી કુલ ૧૩કિલો વાસી અખાદ્ય ખોરાકનો નાશ કરેલ તથા યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા બાબતની નોટિસ આપવામાં આવેલ.
બે નમૂના લેવાયા
 મહાનગરપાલિકા વિસ્‍તારમાંથી ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ મુજબ  ૨  (૧) Shreeji's Ice Magic Icecream- Choco Magic Candy (80ml Pack): સ્‍થળ- ન્‍યુ શ્રીજી આઇસક્રીમ- શિવમ પાર્ક, શુભ રેસ્‍ટોરન્‍ટની બાજુમાં, કોઠારીયા રોડ, રાજકોટ  
(૧) વેનીલા શિખંડ (લુઝ) : સ્‍થળ- હરે રામ હરે ક્રિષ્‍ના ડેરી ફાર્મ, આડો પેડક રોડ, મનહર સોસાયટી, ખાતેથી બે નમૂના લેવામાં આવ્‍યા હતા.

 

(4:02 pm IST)