રાજકોટ
News of Tuesday, 22nd June 2021

ચેકરિટર્ન કેસમાં રામદુત મેન્યુફેકચરર્સના ભાગીદારોને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

૧૪ લાખનું વળતર ન ચુકવે તો વધુ એક વર્ષની સજા

રાજકોટ તા. રર : ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કેસમાં આરોપી રામદુત મેન્યુફેકચરર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના જવાબદાર ભાગીદારો કશ્યપ અમૃતલાલ ઢોલરીયા તથા પંકજ અમૃતલાલ ઢોલરીયાને એક વર્ષની સજાનો હુકમ અત્રેની સ્પેશ્યલ નેગોશીએબલ કોર્ટ ફરમાવેલ છે.

આ કેસની વિગત એવી છે કે, આરોપી રામદુત મેન્યુ ફેકચરર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના જવાબદાર ભાગીદારો કશ્યપ અમૃતલાલ ઢોલરીયા અને પંકજ અમૃતલાલ  ઢોલરીયાએ આર.એમ. એન્ટરપ્રાઇઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીનો ભાગીદાર નાગજીભાઇ રણછોડભાઇ શેરડીયા પાસેથી પીંગ આયર્ન, સી.આઇ.સ્કેપ વગેરેનો રૂ. ૧૪.૭ર,૬૪૬-૦૦ માલ ખરીદ કરેલ અને તે રકમની ચુકવણી માટે આરોપી રામદુત મેન્યુફેકચરર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના જવાબદાર ભાગીદારો કશ્યપ અમૃતલાલ ઢોલરીયા અને પંકજ અમૃતલાલ ઢોલરીયાએ ફરીયાદી આર.એમ. એન્ટરપ્રાઇઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નાગજીભાઇ રણછોડભાઇ શેરડીયાને રૂ.૧૪,૭ર,૬૪૬-૦૦ નો ચેક આપેલ હતો. જે ચેક વણચુકવ્યો પરત આવતા ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ.જે ફરીયાદમાં નામદાર અદાલતે આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરેલ. જેથી આરોપી નામદાર અદાલત સમક્ષ હાજર થયેલ.

રાજકોટના અધિક સિનિયર સિવીલ જજરીએ બન્ને પક્ષોએ રજુ રાખેલ પુરાવાઓ તેમજ બન્ને પક્ષકારોની વિગતવાર લેખિત તથા મૌખિક દલીલો તથા રજુ રાખવામાં આવેલ નામદાર સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી આરોપી રામદુત મેન્યુ ફેકચરર્સના નામથી ચાલતી ભાગીદારી પેઢીના જવાબદાર ભાગીદારો કશ્યપ અમૃતલાલ ઢોલરીયા અને પંકજ અમૃતલાલ ઢોલરીયાને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂ.૧૪,૭ર,૬૪૬-૦૦ નું વળતર ચુકવવા આદેશ ફરમાવેલ છે. જો નિયત સમયમાં આરોપી વળતરની ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ ફરમવેલ છે. ઉપરોકત કેસમાં ફરીયાદી આર.એમ. એન્ટરપ્રાઇઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નાગજીભાઇ રણછોડભાઇ શેરડીયા વતી રાજકોટના વકીલ એન.જી. બાવીશી રોકાયેલ હતા.

(3:16 pm IST)